Garudeshwar Datt Temple : ગરુડેશ્વર દત્ત મંદિર – નર્મદા કિનારે સદીઓ જૂનું પવિત્ર ધામ
નર્મદા નદી જે ગુજરાતની પવિત્ર નદીમાંની એક જેનું જળ ગ્રહણ કરવાથી જન્મોજન્મનાં પાપમાંથી મુક્તિ મળે છે પરંતુ આજ નર્મદા નદીનાં કાંઠે એક ખુબ જ સુંદર અને પૌરાણિક દત્ત મંદિર પણ સ્થાપિત છે જે મંદિર હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે...નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વરમાં આવેલુ સદીઓ પુરાણુ આ દત્ત મંદિર પર ભક્તો અપાર આસ્થા રાખે છે કારણકે અહીં અનેક સાધુ સંતોએ તપસ્યા કરીને આ મંદિરને પવિત્ર બનાવ્યુ છે.
1913માં સંત વસુદેવાનંદ સરસ્વતી દ્વારા મંદિર સ્થાપના
કથાઓ અનુસાર આ પવિત્ર સ્થળે અનેક સાધુ–સંતો અને મહંતોએ તપશ્ચર્યાથી આ ધરતીને પાવન બનાવી છે. ખાસ કરીને મહાન સંત વસુદેવાનંદ સરસ્વતીનું નામ અવિસ્મરણીય છે. માન્યતા છે કે સદી પહેલા તેમણે જ ગરુડેશ્વરમાં દત્ત મંદિરની સ્થાપના કરી હતી. નારાયણ સ્વામી પાસેથી દીક્ષા લઈને ભારતભરની યાત્રા કરતા કરતા તેઓ 15 એપ્રિલ 1913ના રોજ ગરુડેશ્વર પહોંચ્યા અને લીમડાના વૃક્ષ નીચે આસન ગ્રહણ કરીને તપમાં સ્થિર થયા. તે જ સ્થાન બાદમાં આ પવિત્ર દત્ત મંદિરનું રૂપ ધર્યું.
ભગવાન દત્તાત્રેયનું ત્રિદેવ સ્વરૂપ
શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ભગવાન દત્તાત્રેયે પોતે 24 ગુરુઓ બનાવ્યા હતા અને તેમને દેવ તેમજ ગુરુ – બંને સ્વરૂપોમાં પૂજવામાં આવે છે. ત્રિદેવોના યુગલ સ્વરૂપ તરીકે જાણીતા દત્ત ભગવાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – ત્રણેય દેવોના દર્શન એક જ મૂર્તિમા થવા પામે છે.
દત્ત જયંતિએ ગરુડેશ્વરમાં ભક્તોની ઉમટી પડતી ભીડ
આજે ભગવાન દત્તની જન્મજયંતિએ ગરુડેશ્વર ધામમાં ભક્તોની અખૂટ ભીડ ઉમટી પડે છે. કહેવાય છે કે આ પવિત્ર ભૂમિ પર ભક્ત માત્ર પગ મૂકે એટલાથી ભગવાન તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અહીં દર્શનાર્થીઓને દત્ત ભગવાનના આશીર્વાદ રૂપે પવિત્ર જળ, ગોળ અને સિંગદાણા પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
દત્ત બાવની પાઠથી આધિ–વ્યાધિમાંથી મુક્તિ
ભક્તો
અહીં પહોંચીને દત્ત બાવનીના પાઠનું પઠન કરે છે અને જીવનની
આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે. ત્રિદેવના સંયુક્ત સ્વરૂપ એવા ભગવાન દત્તના દર્શન ભક્તોને સાચા અર્થમાં ધન્ય બનાવી દે છે.