નેવીની સ્પીડ બોટ ટેસ્ટિંગ દરમિયાન યાત્રિક બોટ સાથે ટકરાઈ, દુર્ઘટનામાં 13 યાત્રિકોના મોત

Navy-speed-boat-collides-with-passenger-boat-during-testing

મુંબઈના દરિયામાં ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે ડૂબેલી બોટમાં યાત્રિકોનો મૃત્યુઆંક વધીને 13 થયો છે, જ્યારે 99 લોકોનાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે 4 વાગે આ દુર્ઘટના ત્યારે ઘટી હતી, જ્યારે નેવીની સ્પીડ બોટ એન્જિન ટેસ્ટિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવી બેઠી અને એલિફન્ટા ટાપુ તરફ જતી યાત્રિક ફેરી બોટ સાથે ટકરાઈ ગઈ. યાત્રિકો દરિયામાં પડી જતાં તેમાંથી 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં નેવીના 3 કર્મચારીઓ અને 10 યાત્રિકોનો સમાવેશ થાય છે.

નેવી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસે સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બોટમાં સવાર ઘણા પ્રવાસીઓને બચાવ્યા હતા. નેવીના 4 હેલિકોપ્ટર, નેવીના 11 જહાજ તેમજ કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની બોટ જોડાઈ હતી. આ કેસમાં બોટના ડ્રાઈવર સહિતના જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. PM મોદીએ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે, જ્યારે મૃતકો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.


Post a Comment

Previous Post Next Post