ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ પાકિસ્તાની હુમલાઓનો જડબાતોડ જવાબ આપનારી ભારતીય સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને પરાક્રમની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી અને પ્રધાનમંત્રી મોદી સેનાની શૂરવીરતાને બિરદાવવામાં ક્યારેય પાછળ નથી રહેતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા. જ્યાં સેનાના જવાનો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદીએ વાયુસેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી. પીએમ મોદી સાથે જવાનોએ હાઈ જોશમાં ભારત માતાનો જયકાર ગજવી દીધો.
પીએમ મોદીની જવાનો સાથેની આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી છે. આદમપુર પહોંચીને પીએમ મોદીએ પાકિસ્તાનના જુઠ્ઠાણાંનો પર્દાફાશ કરી દીધો છે. ભારતની શક્તિનો એક સ્પષ્ટ સંદેશ દુનિયાને પણ આપ્યો છે.
પીએમ મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું. આજે સવારે હું વાયુસેના એરબેઝ આદમપુર ગયો અને અપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. સાહસ, દ્રઢ સંકલ્પ અને નિડરતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું એક ખૂબ જ વિશેષ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્રદળો પ્રતિ હંમેશા આભારી છે, જે આપણા દેશ માટે બધું જ કરે છે.