PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે ટેલિફોન પર લાંબી વાતચીત કરી. આ વાતચીતને પીએમ મોદીએ ખૂબ જ ગરમજોશીભરી અને રસપ્રદ ગણાવી છે.
પીએમ મોદીએ પોતાના અધિકૃત X હેન્ડલ પર લખ્યું..
“અમેરિકા અને ભારત વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક વાતચીત થઈ. અમે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરતા રહેશે.”
— નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી
ભારત-અમેરિકા વેપારને વધુ ઝડપી બનાવવા સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવા પર ભાર, જેમાં મહત્વની ટેક્નોલોજી, ઊર્જા, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રે સહકાર વધારવો જેવા મુદ્દાઓ સામેલ છે.
બંને નેતાઓએ ભવિષ્યમાં પણ સતત સંપર્કમાં રહેવા અને સામાન્ય હિતોને આગળ વધારવા સહમતિ દર્શાવી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રંપે 20 જાન્યુઆરી 2025ના રોજ બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. નિષ્ણાતો માને છે કે આ કોલ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનોનું સંકેત છે.
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી 2026 | 12 ફેબ્રુઆરીએ મતદાન અને પરિણામ જાહેર થશે