બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. ખાસ વાત એ છે કે મતગણતરી અને પરિણામ પણ એ જ દિવસે જાહેર થઈ જશે.
આ ચૂંટણી બાંગ્લાદેશના ઈતિહાસમાં ખૂબ જ મહત્વની ગણાઈ રહી છે કારણ કે ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી અને ત્યારબાદ અંતરિમ સરકારની રચના થઈ હતી. આ અંતરિમ સરકારનું મુખ્ય કામ જ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાનું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કે નહીં? શેખ હસીના સત્તામાંથી હટ્યા પછી થોડા જ દિવસમાં આવામી લીગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. યુનુસ સરકારનું કહેવું છે કે પાર્ટી હજુ પણ શેખ હસીનાના નિયંત્રણમાં છે અને તેમના પર નરસંહારના આરોપો છે, એટલે આવી પાર્ટીને ચૂંટણી લડવાની પરવાનગી ન આપી શકાય.
આ પ્રતિબંધનો શેખ હસીનાએ સખત વિરોધ કર્યો છે. તેમણે નિવેદન આપ્યું હતું કે જો આવામી લીગને ચૂંટણીમાંથી દૂર રાખવામાં આવશે તો પાર્ટીના કાર્યકર્તાઓ ચૂપ નહીં બેસે. બાંગ્લાદેશમાં આવામી લીગનો હજુ પણ મોટો જનાધાર છે, એ વાત કોઈ નકારી શકે તેમ નથી.
થાઇલૅન્ડ-કંબોડિયા યુદ્ધ | ચાર દિવસમાં 9 મોત, લાખો લોકો સુરક્ષિત સ્થળે પલાયન