ફ્રાન્સમાં 8મી ડિસેમ્બરના રોજ એક અસામાન્ય અને આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી, જ્યાં વીજળીના ભાવ થોડા સમય માટે શૂન્ય થઈ ગયા હતા. વીજળીના ઉત્પાદનમાં વધારો થવા અને માંગમાં અચાનક ઘટાડો થતા, ફ્રાન્સ સરકારે લોકોને કેટલાક કલાકો માટે વીજળી મફત આપવાનું શરુ કર્યું હતું.
ફ્રાન્સના ડે-અહેડ માર્કેટમાં વીજળીના ભાવ શૂન્ય થવા પાછળનું મુખ્ય કારણ 'એર એનર્જી સરપ્લસ' હતું. ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપમાં આ દિવસોમાં શિયાળો સામાન્ય કરતાં હળવો રહે છે, જેના કારણે હીટિંગની માંગમાં મોટો ઘટાડો થયો. લોકોએ હીટર અને બ્લોઅર જેવા ઉપકરણોનો ઉપયોગ ઓછો કર્યો.
તીવ્ર પવનોને કારણે પવન ફાર્મ દ્વારા વીજળીનું ઉત્પાદન વધ્યું. ન્યુક્લિયર પ્લાન્ટ પણ લગભગ 85% ક્ષમતા પર કાર્યરત હતા, જેનાથી ગ્રીડમાં વધુ સપ્લાય ઉમેરાયો. માંગ ઓછી અને સપ્લાય વધુ થતાં વીજળીના ભાવ શૂન્ય થઈ ગયા.નોંધનીય છે કે યુરોપમાં આવી પરિસ્થિતિઓ હવે વધુને વધુ પ્રચલિત થઈ રહી છે. ઓછી માંગના સમયગાળા દરમિયાન, પવન અને સૌર ઉર્જાનું ઉત્પાદન વધવાથી વીજળીના ભાવ ઝડપથી શૂન્ય, અને ક્યારેક તો નેગેટિવ ટેરિટરીમાં પણ જઈ શકે છે.