ISIના પૂર્વ વડાને 14 વર્ષની કેદ! પાકિસ્તાનના સૈન્ય-રાજકારણમાં ખળભળાટ

Newsvishesh
0

પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ભૂતપૂર્વ ISI વડા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ માહિતી પાકિસ્તાની લશ્કરની મીડિયા શાખા ISPR દ્વારા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભૂતપૂર્વ ISI વડાને કોર્ટ-માર્શલ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.


ફૈઝ હમીદને રાજકારણમાં દખલગીરી અને સત્તાવાર ગુપ્તત કાયદાના ઉલ્લંઘન સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવ્યા છે. તેમની સામે કોર્ટ-માર્શલ કાર્યવાહી ઓગસ્ટ 2024 માં શરૂ થઈ હતી અને 15 મહિના સુધી ચાલી હતી. તેમના પર તેમના પદનો દુરુપયોગ અને લશ્કરી શિસ્તનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મુકાયો હતો. 11 ડિસેમ્બર 2025ના રોજ જારી કરાયેલા આ નિર્ણયથી પાકિસ્તાની સૈન્ય અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.


સપ્ટેમ્બર 2021ની તસવીરો ભાગ્યે જ કોઈ ભૂલી શક્યુ હશે. જ્યારે ISIના વડા ફૈઝ હમીદ, અફઘાનિસ્તાનમાં યુએસ સત્તાના પતન અને તાલિબાનના પુનરાગમન પછી તરત જ કાબુલ પહોંચ્યા હતા. તે સમયે, કાબુલમાં અરાજકતાનો માહોલ હતો, દુનિયા ચોંકી ગઈ હતી,. તેમને પૂછ્યું કે અફઘાનિસ્તાનમાં શું થશે, ત્યારે તેમણે હસીને કહ્યું, "ચિંતા કરશો નહીં, બધું ઠીક થઈ જશે.


ફ્રાન્સ સરકારે વીજળી ફ્રી કરી! જાણો કલાકો સુધી કેમ આવ્યો શૂન્ય બિલ

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top