અમેરિકાને ભારતીય પ્રતિભાથી ખૂબ જ મોટો લાભ થયો છે. સત્ય નદેલા, સુંદર પિચાઇ તેનું ઉદાહરણ છે. પ્રતિભાની હંમેશા જરુર હોય છે અને ભારતીય ઉદ્યોગકારો તેમા મોખરે રહેશે. એવું કહેવું છે ટેસ્લા, સ્પેસએક્સ અને xAI જેવી કંપનીઓના માલિક એલન મસ્કનું. મસ્કે એક પોડકાસ્ટમાં કહ્યું કે અમેરિકાની પ્રગતિમાં તેઓ યોગદાન આપે છેઃ
તેમણે કહ્યું કે મુશ્કેલ કામો માટે પૂરતા પ્રતિભાશાળી લોકો શોધવા પડકારરૂપ હોય છે. એવા સમયે વધુ પ્રતિભાનું સ્વાગત થવું જોઈએ. આ ઉપરાંત મસ્કે કહ્યું કે તેમની કંપનીઓનું ફોકસ દુનિયાના સૌથી પ્રતિભાશાળી લોકોને સાથે લાવવાનુ હોય છે. જો કે ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા કડક નિયમોની જરુર હોવાની પણ તેમણે વાત કરી. તેમણે કહ્યું કે H-1B પ્રોગ્રામનો કેટલીક કંપનીઓએ દુરુપયોગ કર્યો.