વિવેક ઓબેરોયે નિભાવ્યું વચન! ‘રામાયણ’ની ફી કેન્સર પીડિત 50 બાળકોને કરી દાન, જાણો શું છે આખી કહાની

કેટલાક સ્ટાર્સ એવા હોય છે કે જેઓ કોઈ સારી ફિલ્મ કરે તો તેની કમાણીનો અથવા પોતાની ફીસનો ઉપયોગ સોશિયલ વર્કિંગમાં કરતા હોય છે. વિવેક ઓબેરોય પણ તેવા સ્ટાર્સમાંથી એક છે. રામાયણ દરમિયાન વિવેક ઓબેરોયે પ્રોમિસ કર્યુ હતુ કે તે પોતાની ફીસ બાળકોને દાનમાં આપશે. આજે વિવેક ઓબેરોયે પોતાનું પ્રોમિસ નિભાવ્યુ છે. કેન્સર પીડિત 50 બાળકોને પોતાની ફીસ દાન કરી છે.

વિવેક ઓબેરોય રામાયણ ફી દાન | Vivek Oberoi Ramayana Fee Donation


કેન્સર પીડિત બાળકોની મદદે વિવેક ઓબેરોય

બોલીવુડની 4 હજાર કરોડમાં બનેલી અને મોસ્ટ અવેઈટેડ ફિલ્મ રામાયણ દિવાળીમાં રીલિઝ થવા જઈ રહી છે. રીલિઝ થતાં પહેલા જ આ ફિલ્મે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. એ VFX દ્રશ્યો હોય, કે સાંઈ પલ્લવીની હેર સ્ટાઈલ કે હનુમાન અને રાવણનો લુક, તમામ મોરચે ફિલ્મ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. આ વખતે રામાયણ ફિલ્મ ચર્ચામાં આવી છે વિવેક ઓબેરોયના કારણે. વિવેક ઓબેરોયે વચન આપ્યુ હતુ કે રામાયણ ફિલ્મ દ્વારા મળેલી તમામ ફીસનો ઉપયોગ બાળકો પાછળ કરશે અને વિવેક ઓબેરોયે પોતાનું વચન શબ્દશ: નિભાવ્યુ છે. વિવેકે કેન્સર જેવા ગંભીર રોગનો સામનો કરી રહેલા 50 પીડિત બાળકોને પોતાની ફીસ દાનમાં આપી દીધી છે. ઑક્ટોબર 2025 માં વિવેકે જણાવ્યુ હતુ કે તેઓ ફિલ્મની ફીસ નહી લે.

છેલ્લા 20 વર્ષોથી કરે છે કેન્સર પીડિત બાળકોની સેવા

વિવેક ઓબેરોય છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી સામાજિક કાર્ય કરતા આવ્યા છે. કેન્સર પીડિત બાળકોની છેલ્લા ઘણા વર્ષોથી મદદ કરે છે. વિવેકે પોતાની ફીસ ન લઈને બાળકોને દાન કરી દેતા તેમના આ પગલાની ચારેકોર સરાહના થઈ રહી છે. રામાયણમાં વિવેક ઓબેરોય વિદ્યુતજીવાનો રોલ પ્લે કર્યો છે. વિદ્યુત જીવા શુર્પણખાનો પતિ છે. શૂર્પણખાએ ભાઈ રાવણની વિરુદ્ધમાં જઈને વિદ્યુત જીવા સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે રાવણે વિદ્યુત જીવા સાથે યુદ્ધ છેડી દીધુ હતુ. રામાયણ ફિલ્મમાં વિવેક ઓબેરોયનો સ્ક્રીન ટાઈમ ઓછો પરંતુ ઘણો મહત્વનો છે. ટ્રેલરમાં વિવેકના લુક અને એક્ટિંગે સૌ કોઈનું ધ્યાનાકર્ષિત કર્યુ હતુ.

Post a Comment

Previous Post Next Post