Iran Airlines Crisis : 23 સપ્ટેમ્બરથી ઈરાની ફ્લાઈટ્સ પર મોટો ખતરો, અમેરિકાની નવી ચેતવણી

Iran Airlines Crisis

Iran Airlines Crisis :
 
દુનિયાભરમાં ઈરાની વિમાન માટે સંકટ ઉભુ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. અમેરિકાએ 23 સપ્ટેમ્બર એટલે કે આજથી જ ઈરાની એરલાઈન્સ અને તેને મદદરૂપ અન્ય વિદેશી કંપનીઓ પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 

ઈરાન-અમેરિકા યુદ્ધ હવે એક નવા જ પડાવ પર પહોંચ્યુ છે. અમેરિકાએ ઈરાન પર દબાણ વધારવા માટે વધુ એક નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચેના તણાવને સાત મહિનાથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે અમેરિકાએ ઈરાનને ઘૂંટણિયે લાવવા માટે વધુ એક પગલુ લીધુ છે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટે ચેતવણી આપી છે કે 23 સપ્ટેમ્બર એટલે કે આજથી જ ઈરાની એરલાઈન્સને ઈન્ટરનેશનલ ઉડાનો ભરી નહી શકે. આટલુ જ નહી, ઈરાની પ્લેનને ફ્યુઅલ, લેન્ડિંગ અથવા અન્ય બીજી સેવા આપનારી વિદેશી કંપનીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે. અમેરિકાના આ નિર્ણયને ઘણા દેશોએ વધાવી લીધો છે, ઘણા દેશોએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી કે ત્યાં ઈરાની ફ્લાઈટ્સને સેવા પૂરી પાડવામાં આવશે કે કેમ ? અમેરિકા દ્વારા એ પણ ચેતવણી આપવામાં આવી છે કે આ નિર્ણય વિરુદ્ધ જનારા દેશને ઈન્ટરનેશનલ ડૉલર સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવશે. ભારત સરકાર તરફથી આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શું ભારત પ્રતિબંધ લગાવશે ?

તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભારત સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તહેરાન અને ભારત વચ્ચે મહાન એર અને ઈરાની એર સેવા ચાલુ છે. એક રિપોર્ટ અનુસાર માર્ચ 2026માં ભારત અને ઈરાન વચ્ચે મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યા 1.69 લાખી વધુ નોંધાઈ હતી. આ ડેટા કનેક્ટિંગ ફ્લાઈટ્સ સાથેનો છે, તેથી તમામ યાત્રીઓ ઈરાન જ ગયા હોય તેવુ જરૂરી નથી. ભારત માટે નિર્ણય લેવો હાલના સમયે કપરો છે કારણ કે અમેરિકા સાથે મજબૂત આર્થિક અને રાજનીતિક સંબંધો છે તો ઈરાન સાથે લાંબા સમયથી વ્યાપારિક સંબંધો છે.

કયા દેશોએ તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરી દીધી ?

અમેરિકાની ચેતવણી બાદ કેટલાક દેશોએ તાત્કાલિક પગલા લેવાના શરૂ કરી દીધા છે. ઈરાકે તાત્કાલિક અસરથી ઈરાની ફ્લાઈટ્સ બગદાદ રોકી દેવાના આદેશ આપ્યા છે. જ્યારે ઓમાને તો પહેલાથી જ ઈરાની એરલાઈન મહાન એર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યોર્જિયાએ પણ કાર્યવાહી કરી છે અને ઈરાની ફ્લાઈટ્સને પોતાની એરસ્પેસમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈરાનની મહાન એરે જણાવ્યુ કે તુર્કી સરકારના અનુરોધ બાદ તુર્કી માટે પોતાની ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે.

ચીને અમેરિકાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો

ચીન અને રશિયાએ અમેરિકાના આ પગલાને અયોગ્ય ગણાવ્યુ છે અને અમેરિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયને અમલ કરવા માટેના કોઈ સંકેત આપ્યા નથી. ચીને સ્પષ્ટ કર્યુ છે કે ઈરાની ફ્લાઈટ્સ પર એક તરફનો પ્રતિબંધ સ્વીકાર નહી કરે.

Post a Comment

Previous Post Next Post