TRAI New Recharge Rule : હવે ડેટા વગર મળશે Voice-SMS Only પ્લાન, જાણો નવા નિયમો

TRAI New Recharge Rule

TRAI New Recharge Rule : TRAI(Telecom Regulatory Authority of India) દ્વારા રિચાર્જ સિસ્ટમને લઈ મોટો ફેરફાર કર્યો છે. જો યુઝર્સને ડેટા નથી જોઈતા તો માત્ર Voice-SMS નું વાઉચર પેક મળી શકશે. ઈન્ટરનેટ ડેટા ન વાપરતા લોકો માટે આ પ્રકારના ટેરિફ વાઉચર હવે ટૂંક સમયમાં મળી શકશે. જેનાથી ડેટાનો ઉપયોગ ન કરનારા યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેક રિચાર્જ કરી શકશે.

ડેટા વગરના Voice-SMS માટેના પ્લાન્સ મળશે

જો તમે એવા કસ્ટમર છો કે ઈન્ટરનેટ નહી પરંતુ માત્ર Voice-SMS સુવિધાની જ જરૂર છે તો આ સમાચાર તમારા માટે છે.       TRAI એ ટેલિકોમ માટે નવા નિયમો જાહેર કર્યા છે. કંપનીઓને સસ્તા રિચાર્જ પ્લાન લાવવાનો આદેશ આપ્યો છે. એવા રિચાર્જ પ્લાન પણ કંપનીએ લાવવા પડશે જેમાં માત્ર SMS અને Voice કોલની સુવિધા હોય અને ડેટાની કોઈ સુવિધા ન હોય.

સત્તાવાર ગેઝેટ બહાર પડ્યાના એક માસમાં લાગુ થશે

TRAI એ 21 સપ્ટેમ્બરે નિયમોમાં આ પ્રકારનો સુધારો કર્યો છે. હજુ પ્લાન્સ આવતા એકાદ માસનો સમય લાગી શકે છે. સત્તાવાર ગેઝેટ બહાર પડ્યાના એક માસની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને એવા ડેટા પેક ઉપલબ્ધ થશે, જેમાં માત્ર વોઈસ કોલ અને SMSની સુવિધા હોય.  

28 થી 30 દિવસની વેલિડિટી વાળા પ્લાન આવશે

ટેલિકોમ કંપનીઓએ ટૂંકા ગાળાના પ્લાન્સ રજૂ કરવાના રહેશે. 28 દિવસ અથવા 30 દિવસની અવધિ વાળા પ્લાન્સ રજૂ કરવાના રહેશે. જેનાથી કસ્ટરમર લાંબા ગાળાના પ્લાન લેવા માટે મજબૂર નહી બને. કંપનીએ એવા પ્લાન્સ પણ આપવા પડશે, જેની વેલિડિટી પૂરી થતાં એ જ તારીખે રિચાર્જ કરવાનું રહે.

Post a Comment

Previous Post Next Post