SBI ATM Cash Withdrawal Charges : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા SBI 1 ઓક્ટોબરથી ATM માંથી રોકડ રકમ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરે તેવી શક્યતાઓ છે. નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યુ છે SBI. ATM માંથી રોકડ રકમ ઉપાડવા વધારાનો ચાર્જ લગાવી શકે છે SBI બેન્ક.
![]() |
| SBI ATM Cash Withdrawal Charges |
જો તમારુ ખાતુ SBI બેન્કમાં છે તો આ જાણવુ આપના માટે અત્યંત જરૂરી છે. 1 ઓક્ટોબરથી SBI કેટલાક વધારાના ચાર્જિસ લગાવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તેના કારણે ATM માંથી રોકડ રકમ ઉપાડવી મોંઘી થઈ જશે. આ નવો નિયમ તમામ ગ્રાહકોને લાગુ પડશે નહી. બેન્ક દ્વારા નવા નિયમો અંગેની જાણકારી અગાઉ પણ આપવામાં આવી હતી.
વધારાનો કેટલો ચાર્જ લાગશે ?
SBI દ્વારા દર મહિને ચાર વખત ફ્રીમાં રોકડ રકમ ઉપાડવાની સુવિધા મળતી રહેશે. પરંતુ મર્યાદા બાદ વધારાની રોકડ રકમ ઉપાડ પર 15 રૂપિયાનો ચાર્જ લાગશે તદુપરાંત તેના પર લાગુ થતો GST પણ ચૂકવવો પડશે. SBI એ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લગાવવામાં આવ્યો નથી. તે અગાઉની જેમ જ રહેશે.
કયા ખાતાધારકોને અસર થશે ?
બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ પ્રકારનું ખાતુ ખોલાવ્યુ છે તેમને આ નિયમ લાગુ પડશે. અને 1 ઓક્ટોબરથી મફત મર્યાદા કરતા વધુ વખત રોકડ રકમ ઉપાડવા પર 15 રૂપિયા ચાર્જ અને GST ચૂકવવો પડશે.
SBI ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનમાં પણ નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ તે ચાર માસની ફ્રી વિડ્રોલ લિમિટમાં ગણવામાં નહોતુ આવતુ. હવે SBI એ આ છૂટ પાછી ખેંચી લીધી છે અને ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમનો ચાર્જ અલગથી લેવામાં આવશે.
