SBI Bank Holiday : 26થી 30 સપ્ટેમ્બર સુધી સતત 5 દિવસ બેંક બંધ, જાણો સંપૂર્ણ વિગતો

SBI Bank Holiday 26 To 30 September 2026 | Image Credit : WIKImedia

SBI Bank Holiday :
 
સાવધાન, પાંચ દિવસ બંધ રહી શકે છે બેન્કો, મહત્વના કામ છે તો આજે જ પૂરા કરો. આપે સાચુ જ વાંચ્યુ છે. યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયનની સપ્ટેમ્બર માસના અંતમાં હડતાલની જાહેરાતના કારણે કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કો સતત પાંચ દિવસ સુધી બંધ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. 28 થી 30 સપ્ટેમ્બર સુધી UFBU દ્વારા હડતાલ કરવામાં આવશે અને એ અગાઉ મહિનાનો ચોથો શનિવાર હોવાથી શનિ અને રવિ એમ બંને દિવસ રજા હોવાના કારણે બેન્કો સળંગ પાંચ દિવસ સુધી બંધ રહે તેવી સંભાવનાઓ છે.

SBI દ્વારા ખાતાધારકો માટે એડવાઈઝરી જાહેર કરી

26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સતત પાંચ દિવસ હડતાલના કારણે ખાતાધારકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાના ભયને જોતા SBI એ ખાતાધારકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. મહત્વના અને અતિઆવશ્યક હોય તેવા કામકાજને ઝડપથી પૂર્ણ કરી દેવા માટે SBI એ અપીલ કરી છે. શનિવાર અને રવિવારે બેન્ક બંધ રહેશે તથા બાકીના ત્રણ દિવસ હડતાલના કારણે કામકાજ ઠપ્પ રહેશે, તેવી સંભાવનાઓ વ્યક્ત કરતાં SBI એ ખાતાધારકોને ડિજિટલ સર્વિસનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જે ખાતાધારકોને વ્યવહાર માટે બેન્ક જવાની જરૂર પડે જ છે, તેઓએ મહત્વના કામ 26 સપ્ટેમ્બર પહેલા પતાવી દેવાની સલાહ SBI અને UBI તરફથી આપવામાં આવી છે. જેઓને રોકડની અત્યંત જરૂરિયાત ઉભી થાય છે તે ATM નો ઉપયોગ કરી શકે છે. UPI, મોબાઈલ બેન્કિંગ સર્વિસનો પણ હડતાલના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાય છે. 

બેન્ક હડતાલ દરમિયાન ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

ખાતાધારકો માટે રાહતની વાત એ છે કે ભલે બેન્કમાં હડતાલ હોય પરંતુ હડતાલના સમય દરમિયાન ડિજિટલ સર્વિસ ચાલુ જ રહેશે. UPI, ATM, મોબાઈલ બેન્કિગ, ઈન્ટરનેટ બેન્કિંગ વગેરે સેવાઓ તો યથાર્થ ચાલુ જ રહેશે. જેઓને નાણાની અતિઆવશ્યકતા છે તે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે અથવા તો અગાઉથી જ નાણાં ઉપાડી શકે છે.

Post a Comment

Previous Post Next Post