અંબાણીના ગણેશોત્સવ બાદ કેટરીના કૈફ કેમ થઈ ટ્રોલ? Post-Pregnancy Look પર મચ્યો વિવાદ

કેટરીના કૈફ બોડી શેમિંગ | Katrina Kaif Body Shaming | Image Credit: X, Instagram
ગણેશોત્સવ દરમિયાન અંબાણી પરિવારમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોલીવુડના લગભગ તમામ મોટા ગજાના કલાકારો રહ્યા હતા હાજર. પરંતુ વિવાદનું કેન્દ્ર બની રહી કેટરીના કૈફ. સોશિયલ મીડિયા પર કેટરીના કૈફ બોડી શેમિંગ (Katrina Kaif body shaming)નો ભોગ બની છે. પ્રેગનન્સી બાદ કેટરીના કૈફ (Katrina Kaif post pregnancy)ના દેખાવને કારણે સોશિયલ મીડિયા ફરી પાછુ વિવાદ પર ઉતરી આવ્યુ છે. આ વિવાદે ફરીથી મહિલાઓને લગતા ડબલ સ્ટાન્ડર્ડ્સ ઉજાગર કર્યા છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ સહિત પાકિસ્તાની એક્ટર અને કેટરીનાનો કો - એક્ટર પણ સપોર્ટમાં આવ્યો છે.

ક્યાંથી શરૂ થયો વિવાદ ?

14 સપ્ટેમ્બરના રોજ અંબાણી પરિવારમાં ગણેશ સ્થાપના કાર્યક્ર્મમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની before and after તસ્વીરો વાયરલ થઈ. જેમાં પ્રસૂતિ પછીના શારીરિક બદલાવ (postpartum changes)ને લઈને ટ્રોલિંગ શરૂ કર્યું. શરીરના બદલાવને ટાર્ગેટ કરવામાં આવ્યુ. કેટલાક ટ્રોલર્સે કેટરીનાને ખતમ કહીને મજાક ઉડાવી હતી.

બોડી શેમિંગ પર ચર્ચા

કેટરીના કૈફના બોડી શેમિંગ અંગે થયેલા વિવાદે ફરીથી પોસ્ટપાર્ટમ બોડી શેમિંગ અને પોસ્ટપાર્ટમ ચેન્જિસ અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. અગાઉ પણ એશ્વર્યા રાય, બિપાશા બાસુ, કરીના કપૂર પણ પ્રસૂતિ પછીના વજનના કારણે ટ્રોલ થઈ હતી. મુખ્ય મુદ્દો એ છે કે મહિલાઓ પર બાઉન્સ બેક થવાનું અસ્વસ્થ અને અસામન દબાણ હોય છે. પુરુષોને ઉંમર સાથે હેન્ડસમ કહેવામાં આવે છે, જ્યારે મહિલાઓને એજ્ડ ગણવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગને પ્રોત્સાહન આપવુ બંધ કરવુ જોઈએ. મહિલાઓના શરીરને મનોરંજનનું માધ્યમ ન માનવુ જોઈએ.

વિવાદ બાદ બોલીવુડ આવ્યુ સમર્થનમાં

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના વિવાદ બાદ આખુ બોલીવુડ સહિત પાકિસ્તાની એકટર્સ પણ કેટરીનાના સમર્થનમાં આવ્યા છે. અભિનેત્રી અને રાજકારણી ખુશ્બુ સુંદરે જણાવ્યુ હતુ કે મહિલાઓના શરીરને પબ્લિક અનાઉન્સમેન્ટ તરીકે જોવુ અત્યંત ખોટુ છે. પાકિસ્તાની એક્ટર્સ અલી ઝફર, હાનિયા આમીર કેટરીના કૈફના સમર્થનમાં આવ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપી હતી કે મહિલાઓના શરીરને મનોરંજન તરીકે ગણવુ અસ્વીકાર્ય છે.

કેટરીનાએ પોસ્ટપાર્ટમ વિશે ચર્ચા કરી

એક ઈન્ટરવ્યુમાં કેટરીનાએ પ્રેગનન્સી બાદ શરીરમાં બદલાવ (post pregnancy body changes) અને પોસ્ટપાર્ટમ વિશે ખુલીને ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે પ્રેગનન્સી બાદ સ્કિન વધારે સેન્સિટિવ થઈ ગઈ છે. આ સમય બહુ મુશ્કેલ હતો, કારણ કે કઈ પ્રોડક્ટ્સ મારા માટે યોગ્ય છે તે નિર્ણાયક તબક્કો હતો. હવે મારું સ્વસ્થ રહેવુ અને તે મહેસૂસ કરવુ એ મારા માટે વધારે સુંદર છે. પોષકતત્વો યુક્ત હેલ્ધી ખોરાક, શરીરમાં સોજાને કંટ્રોલમાં રાખવુ, મેડિટેશન, યોગ વગેરે મારા માટે વધારે મહત્વનું બની ગયુ છે. આપ અંદરથી સ્વસ્થ હોવ તો આત્મવિશ્વાસ આપોઆપ વધે છે.

Post a Comment

Previous Post Next Post