IIT રુરકીના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor – NSA) અજિત ડોભાલે (Ajit Doval) 50 વર્ષ પૂરાણો એક કિસ્સો યાદ કર્યો. 20 મી સદીમાં જ્યારે અજિત ડોભાલ સિક્કિમમાં પોસ્ટિંગ (Sikkim Posting) હતા, ત્યારે તેમના સીમા પાર ગુપ્ત મિશનમાં કેટલાક સાથીઓનો પત્તો ન લાગતા, જાણવા મળ્યુ હતુ કે ચીને ટીમને હિરાસતમાં લઈ લીધી હતી. તપાસ શરૂ થતાં અજિત ડોભાલને એમ લાગ્યુ કે હવે તેમનું કરિયર ખતમ થઈ ગયુ છે અને બીજા વિકલ્પો વિચારવા પડશે.
![]() |
| Ajit Doval Sikkim Secret Mission 50 Year Old Story |
દીક્ષાંત સમારોહમાં વાગોળ્યો કિસ્સો
IIT રુરકીના દીક્ષાંત સમારોહ (IIT Roorkee Convocation)માં વિશેષ અતિથિ તરીકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor – NSA) અજિત ડોભાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે તેમણે 50 વર્ષ જૂનો સિક્કિમ પોસ્ટિંગ દરમિયાનનો કિસ્સો સૌ કોઈને સંભળાવ્યો હતો. સિક્કિમમાં પોસ્ટિંગ એ તેમના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો એવુ તેમણે જણાવ્યુ હતુ. અજિત ડોભાલે ગુપ્ત કામગીરી (Intelligence Operation) માટે સરહદ પાર મોકલેલી એજન્ટ્સની ટીમ જ્યારે ચીનીઓના હાથમાં આવી ગઈ, ત્યારે પહેલાં તો તેઓ ટીમની હાલત વિશે વિચારીને જ હચમચી ઉઠ્યા હતા અને એ સમયે એમને કરિયર અંગે વિચાર આવ્યો હતો. તપાસમાં નકશામાં ક્ષતિ હોવાને કારણે તમામ નિર્દોષ સાબિત થયા હતા.
સિક્રેટ મિશન ટીમ પકડાઈ જતા અજિત ડોભાલ નાસીપાસ થઈ ગયા હતા
20 મી સદીના અંતિમ પડાવમાં તેઓ IPS અધિકારી અને સિક્રેટ મિશન બંનેમાં નવા-સવા હતા, ત્યારે સિક્કિમમાં તેમને ખૂફિયા પ્રભારી બનાવી મોકલવામાં આવ્યા હતા. સિક્કિમ એ સમયે ભારતનો હિસ્સો ન હતુ, તેને ભારતમાં ભેળવવા માટે અજિત ડોભાલને સ્થાનિકોનો મત જાણવા માટે અને સિક્કિમના રાજા વિશે માહિતી એકઠી કરી, કયો રાજકીય દાવ રમીને સિક્કિમને ભારતમાં ભેળવી શકાય તે જાણવા માટે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યુ હતુ. સરહદી વિસ્તારની માહિતી અને ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ પણ અજિત ડોભાલને સોંપવામાં આવ્યુ હતુ.
#WATCH | Roorkee, Uttarakhand: At the IIT Roorkee Convocation, National Security Advisor Ajit Doval says, "I was very sad. It was one of those phases in life when you feel very down. So far, my career was going quite well... I had a colleague, an old Tibetan Sherpa, who was a… https://t.co/jSQTTLkfHk pic.twitter.com/Jhxq3SUa2y
— ANI (@ANI) September 19, 2026
નકશામાં ખામીના કારણે ટીમ નિર્દોષ પરત આવી
એક વખત સરહદ પાર સિક્રેટ મિશન માટે તેમની ટીમને મોકલવામાં આવી હતી, જે 8 દિવસમાં પરત આવવાની હતી, પરંતુ 10-11 દિવસ થઈ ગયા છતાં, તેમનો કોઈ અત્તો-પત્તો લાગતો નહતો. ત્યારે ટીમ માટે અજિત ડોભાલને ચિંતા થઈ ગઈ હતી. ટીમ જીવિત છે કે નહિ, સુરક્ષિત છે કે નહી, કોઈ પર્વતીય એવલાંચ નડતરરૂપ બન્યુ છે કે કેમ તે અંગે તેમની પાસે કોઈ જાણકારી નહોતી. જ્યારે સિક્રેટ મિશનના ઉપરી અધિકારી સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યુ કે તેમની ટીમ પકડાઈ ગઈ છે. ત્યારે તેઓ હચમચી ગયા હતા. તપાસ શરૂ થતાં, અજિત ડોભાલને લાગ્યુ કે હવે તેમનું કરિયર ખતમ થઈ જશે, અને નવુ કરિયર શરૂ કરવાનો વખત આવશે. આ ઘટનામાં તેઓ ખૂબ નસીબદાર સાબિત થયા. તેમના સાથીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા. તપાસમાં તેઓ દોષી નહોતા, કારણ કે તેમની પાસે રહેલા નકશા ખામીયુક્ત હતા.નિવૃત્ત IPS અધિકારી (Retired IPS Officer) અજિત ડોભાલ 2014 થી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor of India) છે. તેઓ ભારતના પાંચમા રાષ્ટ્રીય સલાહકાર છે. કેરળમાં 1968થી IPS તરીકે જોડાયા હતા.
