ગોંધળ ઑસ્કાર 2027 સત્તાવાર એન્ટ્રી: 33 ફિલ્મોને પાછળ છોડી મરાઠી ફિલ્મ બની ભારતની સત્તાવાર એન્ટ્રી

Gondhal Oscar 2027 Official Entry


મરાઠી ફિલ્મ ગોંધળ ઑસ્કાર 2027 (Gondhal Oscar 2027) માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. મરાઠી ફિલ્મ ગોંધળ હવે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ(Best International Feature Film) કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મરાઠી ફિલ્મ ગોંધળ ભારત તરફથી ઑસ્કાર 2027 માટેની સત્તાવાર એન્ટ્રી(India Official Oscar Entry 2027) તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ 
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્પર્ધા કરશે અને આ ચોથી મરાઠી ફિલ્મ છે જે ભારતનું પ્રતિનિધિત્વ કરશે ઑસ્કારમાં. 33 ફિલ્મોને પછાડી બની ભારતની સત્તાવાર પસંદ.

ગોંધળની સત્તાવાર જાહેરાત

મુંબઈમાં ઑસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ગોંધળ(Gondhal)ની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાની જ્યુરીએ દેશભરની 33 ફિલ્મોમાંથી ગોંધળ ફિલ્મ ઑસ્કાર એન્ટ્રીની પસંદગી કરી છે. મુંબઈમાં 99મા ઑસ્કાર ઍવૉર્ડ્સ (99th Academy Awards) માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ 'ગોંધળ'ની સત્તાવાર જાહેરાત થઈ છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાની જ્યુરીએ દેશભરની 33 ફિલ્મોમાંથી ડિરેક્ટર સંતોષ દવખરની આ ફિલ્મને સર્વાનુમતે પસંદ કરી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રની પરંપરાગત લોક વિધિ 'ગોંધળ' પર આધારિત છે, જે લગ્નથી શરૂ થઈ ઈર્ષ્યા, વાસના અને વિશ્વાસઘાતના ગંભીર વળાંકો લે છે. બોર્ડર 2, ધુરંધર, ઈક્કિસ, અંગ જેવી ફિલ્મો માટે દાવેદારી કરવામાં આવી હતી. 13 સભ્યોની પસંદગી સમિતિએ તમામ રીતે ચકાસણી કર્યા બાદ ભારતીય સંસ્કૃતિ, સંગીત અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીને ધ્યાને રાખી ગોંધળની પસંદગી કરવામાં આવી છે.

શું કહ્યુ ગોંધળના ડિરેક્ટરે ?

ગોંધળના ડિરેક્ટરે ફિલ્મની પસંદગી પર કહ્યુ કે ફિલ્મ બનાવતા સમયે અમને આ વાતનો વિશ્વાસ હતો કે ફિલ્મને ભારત તરફથી ઑસ્કાર માટે મોકલવામાં આવશે. પોતાની ફિલ્મને ભારત માટે રિપ્રેઝન્ટ કરતા સમયે મને બહુ ગર્વનો અનુભવ થાય છે. ગોંધળના કર્તા-ધર્તા સંતોષ દવખર જ છે, તેમણે જ આ ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે તૈયાર કર્યો છે. આ ફિલ્મની વાર્તા મહારાષ્ટ્રની પરંપરા પર આધારિત છે.

ઑસ્કારમાં જનારી ચોથી મરાઠી ફિલ્મ

આ સાથે જ 'ગોંધળ' ઑસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનનારી ચોથી મરાઠી ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં વર્ષ 2005માં 'શ્વાસ', વર્ષ 2009માં 'હરિશ્ચંદ્રાચી ફેક્ટરી' અને વર્ષ 2015માં 'કોર્ટ' ફિલ્મને મોકલવામાં આવી હતી.

આગળની પસંદગી પ્રક્રિયા અને ઍવૉર્ડ સેરેમની

ભારત તરફથી એન્ટ્રી મળ્યા પછી હવે એકેડેમી દ્વારા ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમાં સૌથી પહેલાં વિશ્વભરમાંથી 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર થશે, જેમાંથી અંતિમ 5 નોમિનેશન નક્કી કરવામાં આવશે. 99મા એકેડેમી ઍવૉર્ડ્સ સમારોહનું આયોજન 14 માર્ચ 2027ના રોજ થવાનું છે.

ગોંધળ OTT પર ઉપલબ્ધ નથી

આ ફિલ્મને અત્યાર સુધી ઓનલાઈન કોઈ OTT પર રીલિઝ કરવામાં આવી નથી.

Post a Comment

Previous Post Next Post