PF Salary Limit 2026 : ₹15,000થી ₹25,000 થશે? કર્મચારીઓ માટે મોટી અપડેટ, જાણો કોને મળશે લાભ

PF Salary Limit 2026 | AI Image

PF Salary Limit 2026 :
 કેન્દ્ર સરકારે PF પેન્શનને લઈ મોટી જાહેરાત કરી છે. PF પેન્શન કપાત માટે સેલેરી લિમિટ 15 હજારથી વધારી 25 હજાર સુધીની કરવામાં આવી. કેન્દ્રીય કેબિનેટની આ સૌથી મોટી જાહેરાત છે. આ જાહેરાત 17 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે. બેઝિક + DA સાથે જે કર્મચારીનો પગાર 25 હજાર થશે તેને PF અને EPF માં યોગદાન આપવાનું રહેશે. અગાઉ આ લિમિટ 15 હજાર સુધીની હતી. પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને વધારે ફાયદો થશે.

અગાઉ 1 સપ્ટેમ્બર, 2014 એ લિમિટ વધારી હતી

મોદી સરકારમાં અગાઉ 1 સપ્ટેમ્બર, 2014માં PF કપાત માટેની સેલેરી લિમિટ વધારી હતી, જે 6500 રૂપિયાથી વધારી 15 હજાર સુધીની કરવામાં આવી હતી. હવે આ વર્ષે આ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રી સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે કેબિનેટ બેઠકના આ નિર્ણયની જાણકારી આપી હતી.

51 લાખથી વધુ કર્મચારીઓને લાભ

કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ જાહેરાતથી 51 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. સરકારને 11 હજાર કરોડનો વધારાનો બોજ પડશે. ઘણા લાંબા સમયથી કર્મચારીઓ દ્વારા આ પ્રકારની માંગ કરવામાં આવી રહી હતી, જેને આજે પૂર્ણ કરવામાં આવી છે. 15 હજાર રૂપિયાથી વધારી 25 હજાર રૂપિયા લિમિટ કરી દેવાતા કર્મચારીઓની ઈન-હેન્ડ સેલેરીમાં કોઈ ઘટાડો નહી થાય.

Post a Comment

Previous Post Next Post