Govinda Sunita Ahuja controversy : ગોવિંદા કોમલ સાથે લાલબાગચા રાજાના દર્શને, સુનિતા એકલી! ફરી છૂટાછેડાની અફવાએ પકડ્યું જોર?

Govinda Sunita Ahuja controversy : આજ-કાલ ગણપતિબાપ્પા કરતા ગોવિંદ અને સુનિતાની પર્સનલ લાઈફ વધારે ચર્ચામાં છે. કારણ છે એક બાદ એક ગોવિંદા અને સુનિતાની હરકતો અને તેમના નિર્ણયો. ગોવિંદા મંગળવારે પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સાથે મુંબઈના પ્રખ્યાત લાલ બાગ ચા રાજાના દર્શનાર્થૈ પહોંચ્યા હતા, ત્યારબાદ વિવાદ વધુ વકર્યો છે. ગોવિંદા લાલા બાગ ચા રાજાના દર્શને પહોંચ્યા એ પહેલા સુનિતા આગલા દિવસે લાલ બાગ એકલી આવી હતી. જેના કારણે બંને વચ્ચે તણાવ વધ્યો છે અને અલગ થવાની અફવાઓએ પાછુ જોર પકડ્યુ છે.

Govinda Sunita Ahuja controversy

સુનિતા વારંવાર ગોવિંદાને નિશાન બનાવતી રહી છે. ક્યારેક ઈશારામાં તો ક્યારેક નિવેદનો આપીને. છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને સુનિતા વચ્ચે બધુ ઓકે-ઓકે નથી ચાલી રહ્યુ. તેમની વચ્ચે ખટરાગ વધ્યો છે. અને ફરીથી તેમના અલગ થવાની વાતો બી-ટાઉનમાં વાયુ વેગે પ્રસરી ગઈ છે. ગણેશોત્સવ દરમિયાન તો ગોવિંદ અને સુનિતા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગણપતિ બાપ્પાના આગમન સમયે સુનિતા એકલી જ બાપ્પાની મૂર્તિ લાવીને સ્થાપના કરી હતી ત્યારે સુનિતાએ એવુ નિવેદન આપ્યુ હતુ કે ગોવિંદા અમેરિકા હોવાથી પોતે એકલી છે. જ્યારે બીજા દિવસે ગોવિંદાએ સંતાનો સાથે અને સુનિતાએ એકલા જ બાપ્પાના દર્શન અને પૂજા વિધિ પતાવી હતી, જેના કારણે બંને વચ્ચેના ખટરાગ સૌ કોઈની નજરે ચઢી ગયો હતો.

મંગળવારે તો બંને વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોમવારે મુંબઈના પ્રખ્યાત લાલ બાગ ચા રાજાના દર્શન માટે સુનિતા એકલી આવી હતી, જ્યારે આજે મંગળવારે ગોવિંદા રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સાથે લાલ બાગ ચા રાજાના દર્શન માટે આવ્યા હતા. ગોવિંદાએ કોમલ સાથે બાપ્પાના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ અને ફેન્સનું અભિવાદન પણ ઝીલ્યુ હતુ. ત્યારબાદ સુનિતા એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. પત્રકારોએ ફોટો માટે પોઝનું કહેતા સુનિતાએ પોતાના ક્યુટ ડૉગ સાથે પોઝ આપ્યો હતો અને પાપારાઝીને એમ પણ કહ્યુ હતુ કે પ્રાણીઓને જ પ્રેમ કરવો જોઈએ, માણસો તો હંમેશા દગો જ આપતા હોય છે. સુનિતાનો એરપોર્ટ પરનો આ વીડિયો સામે આવતા ગોવિંદા સાથે અલગ થવાની અફવાએ વધારે જોર પકડ્યુ છે.

થોડા સમય પહેલા જ ગોવિંદાના મેનેજરે બંને વચ્ચે બધુ બરાબર છે અને ગોવિંદા બીજા લગ્ન નથી કરવાના, સુનિતા જ તેમની પત્ની છે, તેવી સ્પષ્ટતા કરી હતી. આ વર્ષના શરૂઆતમાં બંને વચ્ચે ડિવોર્સની ખબરો આવી હતી, સુનિતાએ ડિવોર્સ માટે અરજી કરી છે. બાદમાં સુનિતાએ એ અરજી પાછી ખેંચી લીધી હતી અને બંને વચ્ચે બધુ સબ સલામત છે તેવુ જણાવ્યુ હતુ. સુનિતા અને ગોવિંદા 40 વર્ષથી એકબીજા સાથે છે.

Post a Comment

Previous Post Next Post