અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે નવી પાંચ શરતો સામે આવી છે. અમેરિકા અને ઈરાનના શરતી યુદ્ધના કારણે વિશ્વને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તહેરાને અમેરિકા સામે નવી પાંચ શરતો રાખી છે. જો અમેરિકા આ પાંચ શરતો માને તો જ યુદ્ધ પૂરુ થશે.
![]() |
| iran-us-war-7-conditions-hormuz-strait-qatar-talks |
ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી વાતચીત શરૂ
યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી નવેસરથી વાર્તાલાપ શરૂ થયો છે. આ વખતે વાતચીત ન્યૂયોર્કમાં કતારની મધ્યસ્થીમાં થઈ રહી છે. અમેરિકા અને ઈરાનના રાજકીય દૂત એકબીજા સાથે મુલાકાત કરી હતી અને ઈરાને અમેરિકા સામે પાંચ શરતો રાખી છે, જો આ પાંચ શરતોનું પાલન થાય તો જ યુદ્ધ પૂર્ણ થશે એમ પણ સ્પષ્ટ કરી દીધુ છે. ઈરાનના પ્રતિનિધિઓએ જણાવ્યુ છે કે અમે અમારી શરતો રાખી છે, હવે નિર્ણય અમેરિકાએ લેવાનો છે, અમે યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છે. યુદ્ધ ચાલુ રાખવુ કે પૂર્ણ કરવુ તે અમેરિકા નક્કી કરે. ઈરાન અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરી 2026માં યુદ્ધની શરૂઆત થઈ હતી. બંને દેશોએ એપ્રિલમાં યુદ્ધવિરામ કર્યો હતો પરંતુ ઓગસ્ટમાં અમેરિકાએ ફરીથી નવેસરથી યુદ્ધ શરૂ કરી દીધુ હતુ.
ઈરાનની પાંચ શરતો શું છે ?
- મિડલ ઈસ્ટ પર તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરવામાં આવે. હુથીઓ સામે સાઉદીની કાર્યવાહી પણ રોકી દેવામાં આવે. લેબનોનમાં ઈઝરાયેલના હુમલા પણ અટકાવી દેવામાં આવે.
- અમેરિકા ઈરાન સામેની પોતાની આક્રમક કાર્યવાહીઓ બંધ કરશે અને એ વાતની પણ ગેરંટી આપશે કે કોઈ પણ પ્રકારથી આ કરારનો ભંગ ન કરે.
- સમુદ્રધુની હોર્મુઝ બહાર અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનના તેલનું વેચાણ ઓછુ થયુ છે. જેના કારણે ઈરાન આર્થિક રીતે પાયમાલ થવાના આરે છે, તેને તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવે.
- ઈરાન સામે જેટલા પણ પ્રતિબંધો અમેરિકાએ લગાવ્યા છે તે તમામને દૂર કરવામાં આવે અને આથિક યુદ્ધને પણ ખતમ કરવાની માંગ ઈરાને કરી છે.
- ઈરાને કહ્યુ છે કે જે દેશમાં તેના પૈસા ફ્રીઝ છે તેને અનફ્રીઝ કરવામાં આવે અને કતારના માધ્યમથી તે તમામ રકમ ઈરાની અકાઉન્ટ્સમાં જમા કરવામાં આવે.
તાત્કાલિક હોર્મુઝ ખોલશે ઈરાન
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જાણકારી આપવામાં આવી કે જો અમેરિકા ઈરાનની પાંચ શરતો માની લે છે તો તાત્કાલિક અસરથી માત્ર સાત દિવસમાં જ હોર્મુઝ ખોલી દેવામાં આવશે. ઈરાને કરાર કરવા માટે પહેલ એવા સમયે કરી છે જ્યારે અમેરિકા નવેસરથી તહેરાન પર હુમલાની તૈયારી કરી રહ્યુ હોય. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એવુ પણ જણાવ્યુ છે કે મિડટર્મ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધ સમાપ્ત કરી દેવામાં આવશે. અમેરિકામાં ઓક્ટોબરમાં મિડટર્મ ચૂંટણીઓ યોજાઈ રહી છે.
