Cyclone Arnab Alert : આજકાલ અત્યંત ચર્ચિત હોય એવી બે વાત છે. એક અલનીનો અને બીજુ ચક્રવાત અર્નબ. બંગાળની ખાડીમાં વિસ્તૃત થતુ ચક્રવાત અર્નબ ભયાનક સ્વરૂપ લઈ રહ્યુ છે. આ વાવાઝોડુ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં તારાજી ફેલાવે તેવી શક્યતા છે. ભારતીય હવામાન હવામાન વિભાગે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
![]() |
| Cyclone Arnab Alert | Image Credit : WIKI Media |
ઉત્તરીય આંદમાનમાં લો પ્રેશર મજબૂત બની રહ્યુ છે અને જે સાયકલોનમાં પરિવર્તિત થશે. આ વર્ષનું પ્રથમ ચક્રવાત અર્નબ ત્રાટકવાની શક્યતા છે. કેટલાક જિલ્લામાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આગામી સપ્તાહમાં ભારતના ત્રણ રાજ્યોમાં શક્તિશાળી અર્નબ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોના કારણે દુકાળની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર અતિ તીવ્ર ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. જો સાયક્લોન ભારતના રાજ્યોમાં ત્રાટક્યુ તો મહાવિનાશક બની રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે 23 સપ્ટેમ્બરથી આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળના દરિયા કિનારા વિસ્તારને ઘમરોળશે વાવાઝોડુ. અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં 25 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં ચક્રવાતની સૌથી વધારે અસર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને ચક્રવાતના સમયમાં દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 25 થી 28 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસરના કારણે દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ડિસેમ્બરમાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત થાય તેવુ હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જેના કારણે ઠંડી પણ આ વર્ષે નહિવત પડે તેવી શક્યતાઓને નકારી શકાય નહી અથવા તો સામાન્યથી વધારે ઠંડી પડી શકે છે અને એ જ સમયે વરસાદ પણ પડી શકે છે.VIDEO | Bhubaneswar: IMD Director Manorama Mohanty says, "An upper air cyclonic circulation lies over North Andaman Sea and it's extending up to 7.6 km above mean sea level. Under its influence, a low-pressure area is likely to form around evening of 19th September over the same region and it is very likely to move west-northwestward and intensify gradually into a depression over East-Central Bay of Bengal on 21st, and into a deep depression over West-Central Bay of Bengal on 22nd September…Fishermen are advised to return to the coast by evening of 20th September…” (Full video available on PTI Videos - https://t.co/bIyFWTeOLF)
— Press Trust of India (@PTI_News) September 19, 2026
ચક્રવાત અર્નબને બાંગ્લાદેશ દ્વારા નામ આપવામાં આવ્યુ છે. વિશ્વ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર હિન્દ મહાસાગરની નામકરણ પ્રક્રિયા પ્રમાણે આ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યુ છે.
