Asian Games 2026: ભારતનો કબડ્ડીમાં ડબલ ગોલ્ડ, મહિલા-પુરુષ ટીમે ઈરાનને હરાવ્યું

ભારતના ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) શાનદાર પ્રદર્શન કરીને પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મહિલા અને પુરુષ બંને સામે ઈરાનની મહિલા અને પુરુષની ટીમનો પરાજય થયો હતો અને ટાઈટલ પોતાના નામે કર્યુ છે. મેન્સ ટીમે 10 મી વખત અને મહિલા ટીમે સતત પાંચમા એશિયાડમાં મેડલ મેળવ્યો છે. આ સાથે જ ભારતને અત્યાર સુધી ચાર ગોલ્ડ મેડલ મળ્યા છે. પિસ્ટલ શૂટિંગ અને મહિલા ક્રિકેટમાં ભારતને સુવર્ણ પદક મળ્યો છે.

Asian Games 2026


ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ (Women’s Kabaddi Gold Medal) જીત્યો.  મહિલા કબડ્ડી ટીમે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં ઈરાનની ટીમને પછડાટ આપી હતી. ઈરાનની ટીમ સામે ભારતની ટીમે 37-34 થી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે ઈરાનની ટીમ સામે વર્ષ 2018ની હારનો પણ બદલો લીધો છે. ઈરાનને સિલ્વર મેડલ, જ્યારે તાઈવાન અને નેપાળને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મહિલા કબડ્ડી ટીમે પ્રથમ હાફથી જ પોતાનો દબદબો બતાવી દીધો હતો અને ઈરાનની ટીમને 22-16 ની લીડ લઈ ભયંકર દબાણમાં લાવી દીધી હતી. પ્રથમ હાફમાં ભારતે ઈરાન પર સુપર રેડ લગાવ્યુ અને ઑલ આઉટ કરીને લીડ મેળવી હતી.

ભારતીય પુરુષ ટીમે કબડ્ડીમાં ભારતનો ગોલ્ડ મેડલ (India Gold Medal in Kabaddi) સતત 9મી વખત કબડ્ડીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. માત્ર એક જ વખત ભારતને ઈરાને પરાસ્ત કર્યુ હતુ, ત્યારે ઈરાનને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ફાઈનલ મેચમાં ભારતની ટીમે ઈરાનને 40-34 થી હરાવ્યુ હતુ. આ જીત સાથે એશિયન ગેમ્સ કબડ્ડી (Asian Games Kabaddi)માં ભારતનો દબદબો યથાવત રહ્યો.

એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીની શરૂઆત 2010 થી કરવામાં આવી હતી. ત્યારથી ભારત એશિયન ગેમ્સમાં કબડ્ડી રમતુ આવ્યુ છે. અત્યાર સુધી ભારતે 5 ફાઈનલ મેચ રમી છે અને માત્ર 2018માં ઈરાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને 8 વર્ષ બાદ ઈરાન સામે હારનો બદલો લઈ ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Post a Comment

Previous Post Next Post