RBI એ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાલના કારણે આ રવિવારે એટલે કે 27 સપ્ટેમ્બરે બેન્ક ચાલુ રહેવાનો (Banks open on September 27) નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે માહિતી આપી છે કે RBIએ 27 સપ્ટેમ્બરે દેશની તમામ બેંક શાખાઓ, કચેરીઓ અને ATM-લિંક શાખાઓ સહિત તમામ સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ એટલે કે UFBU દ્વારા 28થી 30 સપ્ટેમ્બર 2026(Bank strike 28 to 30 September) દરમિયાન પ્રસ્તાવિત ત્રણ દિવસીય દેશવ્યાપી બેન્ક હડતાળ (three-day bank strike)ને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સતત પાંચ દિવસ સુધી બેન્કિંગ સેવાઓમાં અવરોઘ ઉભો થવાના ભયના કારણે સરકારે નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

27 સપ્ટેમ્બરે રવિવારે બેન્ક ખુલ્લી રહેશે, RBIનો મોટો નિર્ણય; 28થી 30 સપ્ટેમ્બરે હડતાળ
સરકારની યુનિયનોને હડતાલ ટાળવા અપીલ
સરકારે કહ્યુ છે કે બેન્ક ગ્રાહકોને સુવિધા આપવી તે અમારી પ્રાથમિકતા છે. સરકાર અને બેન્ક મેનેજમેન્ટે બેન્ક યુનિયનોને પ્રાસ્તાવિત હડતાલ મુલતવી રાખવાની અપીલ કરી છે. જરૂરી બેન્કિંગ સેવાઓ કોઈ વિક્ષેપ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ સરકારે જણાવ્યુ હતુ. નાણા મંત્રાલયે પણ કર્મચારીઓને હડતાળ ન કરવાની અપીલ કરી હતી. UFBUએ કહ્યું કે જ્યાં સુધી 5-ડે બેંકિંગને લઈને કોઈ નક્કર પગલું લેવામાં નહીં આવે, ત્યાં સુધી હડતાળ પાછી ખેંચવામાં નહીં આવે.
યુનિયનોએ કહ્યુ, હડતાલ ટાળવાનો કોઈ ઈરાદો નથી
UFBUએ કહ્યું હતું કે તે હડતાળ ટાળવાના મૂડમાં નથી. દેશભરના બેંક કર્મચારીઓ 28, 29 અને 30 સપ્ટેમ્બરે 3 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ કરશે. 22 સપ્ટેમ્બરે ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) અને નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) સાથે યોજાયેલી સમાધાન બેઠક નિષ્ફળ રહી, ત્યારબાદ યુનિયનોએ આ નિર્ણય લીધો.
5 – DAY વર્કિંગ પૉલિસીની માંગ કરી રહ્યા છે કર્મચારીઓ
બેન્ક કર્મચારીઓ લાંબા સમયથી 5-ડે બેન્કિંગ (5 day banking) અને બેન્ક માટે 5 દિવસ વર્કિંગ (5 day work week for banks)વર્કિંગ સિસ્ટમની માંગ કરી રહ્યા છે. યુનિયનોનું કહેવું છે કે માર્ચ 2024માં બાઈલેટરલ વેજ રિવિઝન એગ્રીમેન્ટ હેઠળ 5-ડે બેંકિંગ પર સહમતી બની હતી અને તેના પર હસ્તાક્ષર પણ થયા હતા, પરંતુ સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી. આ પહેલાં યુનિયનોએ 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ કરી હતી અને હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિત કાળ સુધી હડતાલ પર જવાની પણ ચિમકી આપી છે.
ગ્રાહકો પર શું અસર થશે ?
26 થી 30 સપ્ટેમ્બર સુધી શનિ-રવિ અને ત્રણ દિવસીય હડતાલના કારણે 5 દિવસની બેન્કોમાં રજા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના કારણે 27 સપ્ટેમ્બર રવિવારે બેન્કિંગ સેવાઓ રૂટિન મુજબ કાર્યરત રહેશે. બેંકોએ ગ્રાહકોને ATM સેવાઓ (ATM services), ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિથડ્રૉલ મશીન, ઇન્ટરનેટ બેન્કિંગ (Internet banking), મોબાઇલ બેન્કિંગ (Mobile banking)નો ઉપયોગ કરવાની અપીલ કરી છે. અને જરૂરી નાણાકીય વ્યવહારો રજાઓ પહેલા જ પતાવી દેવાનું સૂચન કર્યુ છે.