વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અને આકરી અસર હવે ગુજરાતના જગતના તાત પર જોવા મળી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી વર્તાઈ રહી છે. નવા વાવેતરની સિઝન શરૂ થવા પર છે અને ખેતીના કામો માટે ડીઝલની તાતી જરૂરિયાત છે, ત્યારે જ ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અછત અને ભાવવધારાની બેવડી માર વચ્ચે ખેડૂતોની સ્થિતિ કફvisible થઈ ગઈ છે.
![]() |
| olpad-diesel-crisis-farmers-irrigation-transport-problem-gujarat | AI Image |
ખેતીના કામો ઠપ્પ અને મંડળીઓમાં લાઈનો
ઓલપાડ તાલુકામાં ડીઝલની ભારે અછતને કારણે સહકારી મંડળીઓમાં ડાંગર લાવતા ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે. ઓલપાડ જિન ખાતે ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતો અત્યારે કટોકટીના સમયે જ ડીઝલ વિના અટવાયા છે. વાવેતર અને લણણીના આ મુખ્ય સમયે જ ડીઝલ ન મળવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સિંચાઈ ખોરવાઈ અને પંપો પર લિમિટ
પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કેનાલમાંથી પાણી લેવા માટે વપરાતા લિફ્ટિંગ મશીનો ડીઝલ વિના બંધ પડ્યા છે. મોટાભાગના ડીઝલ પંપો કાં તો બંધ હાલતમાં છે અથવા જ્યાં ડીઝલ મળે છે ત્યાં પંપ સંચાલકો માત્ર 10 લીટરથી વધુ ડીઝલ આપતા નથી. ખેતી પાકમાં સિંચાઈનું પાણી આપવા માટે પણ ખેડૂતો પાસે ઈંધણ બચ્યું નથી.
ભાવવધારો અને ટ્રાન્સપોર્ટેશન પર અસર
ખેડૂતો માટે આ સ્થિતિ 'પડતા પર પાટું' જેવી સાબિત થઈ રહી છે. એક તરફ ઈંધણની અછત છે અને બીજી તરફ સતત વધી રહેલા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ડીઝલ ન મળવાને કારણે માલસામાનના ટ્રાન્સપોર્ટેશન પર સીધી અસર પડી છે, જેને પગલે તૈયાર પાક બજાર સુધી પહોંચાડવામાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ઓલપાડના ખેડૂતો હવે સરકાર પાસે પર્યાપ્ત અને સમયસર ડીઝલ જથ્થો પૂરો પાડવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.
Read More : સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: 42 બાતમીદારો ઝડપાયા, 70 મોબાઈલ જપ્ત
