કોરોના મહામારી બાદ હવે વિશ્વ પર વધુ એક ઘાતક વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. આફ્રિકન દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઈબોલા વાયરસનો નવો સ્ટ્રેન હાહાકાર મચાવી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ નવો સ્ટ્રેન એટલો ખતરનાક છે કે તેની કોઈ ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ નથી અને તે માત્ર ૩ જ દિવસમાં દર્દીનો જીવ લઈ શકે છે.
![]() |
| ebola-virus-new-strain-alert-congo-uganda-global-health-concern |
બુંડીબુગ્યો સ્ટ્રેન અને ઇમરજન્સી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઈબોલા વાયરસને 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઓફ કન્સર્ન' જાહેર કરી દીધી છે. આ વખતે આ તબાહી પાછળ ઈબોલાનો નવો અને ઘાતક સ્ટ્રેન 'બુંડીબુગ્યો વાયરસ' (Bundibugyo virus) જવાબદાર છે. આ સ્ટ્રેન અગાઉ મહામારી ફેલાવનારા 'ઝૈરે' (Zaire) સ્ટ્રેન કરતાં બિલકુલ અલગ છે. કોંગોના ઇતુરી પ્રાંતમાં આ ૧૭મી વખત ઈબોલાનો પ્રકોપ છે, પરંતુ રસીની ગેરહાજરીને કારણે આ વખતનો પડકાર સૌથી મોટો છે.
કેટલો ઘાતક છે આ નવો સ્ટ્રેન?
ઇતિહાસ પર નજર કરીએ તો, બુંડીબુગ્યો સ્ટ્રેનની શોધ વર્ષ ૨૦૦૭-૦૮માં યુગાન્ડામાં થઈ હતી, ત્યારે તેનો મૃત્યુદર ૩૪ થી ૪૦ ટકા રહ્યો હતો. જોકે, વર્તમાન રિપોર્ટ અનુસાર આ સ્ટ્રેનનો મૃત્યુદર ૫૦ ટકા સુધી પણ પહોંચી શકે છે. આ વાયરસ કુદરતી રીતે કોંગોના ગીચ ઉષ્ણકટિબંધીય જંગલોમાં હાજર રહે છે અને ચામાચીડિયા જેવા પ્રાણીઓ તેના મુખ્ય વાહક માનવામાં આવે છે.
લક્ષણો અને સંક્રમણની સ્પીડ
ઈબોલા વાયરસ એટલો ખતરનાક છે કે તે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, છીંક કે ખાંસી દ્વારા અને શ્વાસ મારફતે પણ ફેલાઈ શકે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં અતિશય થાક, તાવ, માથાનો દુખાવો, ડાયેરિયા અને અંતિમ તબક્કામાં શરીરમાંથી લોહી પડવા લાગે છે. જો સમયસર સપોર્ટિવ ટ્રીટમેન્ટ ન મળે, તો આ વાયરસ માત્ર ૩ જ દિવસમાં દર્દીનો જીવ લઈ લે છે.
નથી કોઈ રસી, માત્ર 'સપોર્ટિવ કેર' જ સહારો
સૌથી ચિંતાજનક બાબત એ છે કે જૂના 'ઝૈરે' સ્ટ્રેન માટે રસી ઉપલબ્ધ છે, પરંતુ આ નવા બુંડીબુગ્યો સ્ટ્રેન માટે હાલમાં વિશ્વમાં કોઈ ખાસ એન્ટીવાયરલ દવા કે વેક્સિન નથી. આ સ્થિતિમાં ડૉક્ટરો માત્ર 'સપોર્ટિવ કેર' એટલે કે શરીરમાં પાણી-ઇલેક્ટ્રોલાઇટ્સની અછત પૂરી કરવી, તાવની દવા આપવી અને ગંભીર કિસ્સામાં ઓક્સિજન કે બ્લડ ટ્રાન્સફ્યુઝન (લોહી ચડાવવું) જેવી પદ્ધતિઓ પર જ નિર્ભર છે.
ઈબોલા વાયરસ અગાઉ પણ કોંગોમાં હજારો લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. હવે નવા સ્ટ્રેનના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલર્ટ જાહેર થતાં વૈશ્વિક એરપોર્ટ અને મુસાફરો પર નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે, જેથી આ ઘાતક વાયરસને અન્ય દેશોમાં ફેલાતો અટકાવી શકાય.
"કોઈ દવા નહીં, કોઈ રસી નહીં... માત્ર ૩ દિવસમાં મોત! ઈબોલાના નવા સ્ટ્રેને મહાસત્તાઓની ઉંઘ ઉડાડી દીધી છે. કોંગોના જંગલોમાંથી નીકળેલો આ વાયરસ જો વિશ્વમાં ફેલાયો, તો તેના પરિણામો કોરોના કરતાં પણ વધુ ભયાનક હોઈ શકે છે. શું વિશ્વ નવો લોકડાઉન જોશે કે વિજ્ઞાન સમયસર આનો તોડ શોધી કાઢશે?"
Read More : ટ્રમ્પનો 'ટ્રિપલ એટેક'... હોર્મુઝ તો માત્ર ટ્રેલર હતું, મલક્કા છે અસલી પિક્ચર! શું અમેરિકાના જાળમાં ફસાઈ જશે ચીન?
