લોર્ડ્સ ખાતેની વન-ડે મેચ અને રોહિતની નિવૃત્તિ અંગે BCCI ની સ્પષ્ટતા
BCCI સચિવ દેવાજીત સૈકિયાએ એ પણ કહ્યું કે લૉર્ડ્સમાં રોહિતની વિદાય મેચ ઘોષિત કરવા અંગે કોઈ ચર્ચા પણ નથી થઈ. પરંતુ BCCIએ સ્પષ્ટતા નથી કરી કે રોહિત શર્મા 2027ના વન-ડે વર્લ્ડકપનો હિસ્સો છે કે નહીં. હજુ પણ તેઓ ભારતના પ્રથમ પસંદીદા ઓપનર છે, કે નહીં. કારણકે સૂત્રોનું માનીએ તો, સિલેક્ટર્સે હિટમેનને જાણ કરી છે, કે ઉંમર અને ફિટનેસના કારણોસર તેઓ ભારતની લાંબા ગાળાની યોજનાઓનો હિસ્સો નથી અને યશસ્વી જયસ્વાલને ભવિષ્યના વિકલ્પ તરીકે જોતા તેને વધુ તક આપવામાં આવી શકે છે.
યશસ્વી જયસ્વાલ ભવિષ્યનો વિકલ્પ
BCCI સ્કીમ ઑફ થિંગ્સની નીતિ અપનાવી રહ્યું છે, એટલે કે મહાન ખેલાડીના ભાવિ વિશે સીધો જવાબ આપવાથી બચવા આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ખેલાડીને સત્તાવાર રીતે બહાર નથી કર્યો પણ તેના ભાવિની પણ કોઈ ગેરંટી અપાતી નથી અને રોહિત શર્માના કેસમાં હાલ BCCI આવી જ નીતિ અપનાવી રહ્યું છે, હવે જોવું રહ્યું કે 2027નો વર્લ્ડકપ રમવાની તીવ્ર ઈચ્છા ધરાવતા રોહિત માટે BCCIનો અંતિમ નિર્ણય શું હશે.
આ પણ વાંચો : કોંગો-યુગાન્ડામાં ઈબોલાનો ખતરો, નવા સ્ટ્રેનને લઈને વૈશ્વિક ચિંતા
