ભારતીય સંગીતની ‘ગોલ્ડન વોઈસ’ આશા ભોસલે (Asha Bhosle Death News) આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે. રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનાર આશાતાઈના આજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્ર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપીને આ મહાન કલાકારને સલામી આપી હતી. બોલિવૂડના દિગ્ગજોથી લઈને રાજકીય નેતાઓ અને હજારો ચાહકોની ભીની આંખે આશાજીએ વિદાય લીધી. જ્યારે તેમની પૌત્રીએ દાદીને અંતિમ વખત જોયા ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
![]() |
asha-bhosle-death-funeral-news-gujarati | Photo Credit : ANI |
અંતિમ વિદાય અને રાજકીય સન્માન | Asha Bhosle Funeral
આશા ભોસલેના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે' થી તિરંગામાં લપેટીને શિવાજી પાર્ક સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ઔપચારિક સલામી સાથે દેશના આ રત્નને વિદાય અપાઈ. શિવાજી પાર્કમાં ઉમટેલી મેદની સાક્ષી હતી કે આશાજીએ માત્ર ગીતો નથી ગાયા, પણ કરોડો લોકોના હૃદય જીત્યા છે.
દિગ્ગજોની હાજરી અને શ્રદ્ધાંજલિ | Bollywood tribute to Asha Bhosle
આશાતાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલિવૂડ અને રાજકારણના મોટા ચહેરાઓ ઉમટી પડ્યા હતા. આમિર ખાન, વિક્કી કૌશલ અને અનુ મલિકે શિવાજી પાર્ક પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી. તો રાજકીય સ્તરે દેવેન્દ્ર ફડણવીસ, બંને નાયબ મુખ્યમંત્રીઓ અને MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ આશાજીના અંતિમ દર્શન કર્યા હતા. ગાયક અનુપ જલોટાએ સ્વરબદ્ધ શ્રદ્ધાંજલિ આપી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું.
#WATCH | Maharashtra Deputy CM Eknath Shinde paid his last respects to legendary singer Asha Bhosle at her residence in Mumbai.
— ANI (@ANI) April 13, 2026
Asha Bhosle passed away at the age of 92 yesterday at Breach Candy Hospital in Mumbai. pic.twitter.com/02BQTJDHbU
82 વર્ષની સુવર્ણ સફર | Asha Bhosle career
આશાજીની કારકિર્દી કોઈ ચમત્કારથી ઓછી નહોતી. 82 વર્ષ સુધી સંગીતની દુનિયા પર રાજ કરનાર આ ગાયિકાએ 12,000 થી વધુ ગીતો ગાઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 9 ફિલ્મફેર એવોર્ડ અને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત આશાજીએ લતા દીદીના પડછાયામાંથી બહાર આવી પોતાની એક આગવી અને મજબૂત ઓળખ ઉભી કરી હતી.
સંઘર્ષ અને સફળતાની ગાથા | Asha Bhosle life story
આશાજીનું જીવન માત્ર સફળતાનું જ નહીં પણ અત્યંત સંઘર્ષનું પણ હતું. 16 વર્ષની ઉંમરે ઘર છોડી લગ્ન કરવા, પ્રેગ્નન્સી વખતે પતિ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવા જેવી કાળજું કંપાવતી પળોમાંથી પસાર થઈને તેઓ સંગીત સામ્રાજ્ઞી બન્યા હતા. તેમનો અવાજ ખરાબ કહીને એક સમયે સ્ટુડિયોમાંથી કાઢી મૂકાયા હતા, પણ તેમણે હાર ન માની અને વિશ્વને પોતાનો અવાજ સાંભળવા મજબૂર કર્યું.
સંગીત હંમેશા જીવંત રહેશે | Asha Bhosle songs legacy
આશા ભોસલેનો અવાજ આજે ભલે ભૌતિક રીતે શાંત થયો હોય, પણ તેમના ગાયેલા હજારો ગીતોમાં તેઓ હંમેશા અમર રહેશે. શિવાજી પાર્કની એ ચિતાની જ્વાળાઓ સાથે સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આશાજી માત્ર એક ગાયિકા નહોતા, પણ હિંમત અને જીવંતતાનું પ્રતીક હતા. તેમણે જે રીતે પોતાના અંગત જીવનના તોફાનો વચ્ચે પણ સૂરોની સાધના ચાલુ રાખી, તે આવનારી પેઢીના કલાકારો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.
શું તમને ખબર હતી ? સંગીત સામ્રાજ્ઞી આશા ભોસલેનું 'મોસાળ' હતું ગુજરાત... હવે અવાજ બન્યો યાદો
જ્યારે પણ કોઈ રેડિયો પર 'દમ મારો દમ' ગુંજશે કે 'માડી તારું કંકુ ખર્યું' ના સૂરો સાંભળવા મળશે, ત્યારે આશાજીનો અહેસાસ જીવંત થશે. તેમની પૌત્રીએ જે પોક મૂકીને રુદન કર્યું, તે માત્ર એક પરિવારનું નહીં પણ સમગ્ર દેશનું રુદન હતું. ભારત સરકારે અને મહારાષ્ટ્ર પોલીસે જે સન્માન તેમને આપ્યું તે તેમના કદને અનુરૂપ હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના સેતુ સમાન આ ગાયિકાએ ભાષાની સીમાઓ ઓળંગીને સંગીતને વિશ્વવ્યાપી બનાવ્યું હતું.સૂરની આ દેવીના આત્માને પરમ શાંતિ મળે અને તેમના ગીતો પેઢીઓ સુધી આપણને મધુરતા આપતા રહે તેવી પ્રાર્થના.
