આતંકવાદને મોટો ઝટકો: 16 વર્ષથી ફરાર અબૂ હુરેરા ઝડપાયો, 2 પાકિસ્તાની આતંકીઓ સહિત 5ની ધરપકડ

ભારતીય સુરક્ષા એજન્સીઓએ લશ્કર-એ-તૈયબાના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને 16 વર્ષથી ફરાર અબૂ હુરેરા સહિત 2 પાકિસ્તાની આતંકીઓની ધરપકડ કરી છે.
abu-hurera-arrest-lashkar-module-india


સરહદ પારથી દેશ વિરોધી કાવતરાં ઘડતા આતંકી આકાઓને ભારતીય સુરક્ષા એજન્સીઓએ જોરદાર લપડાક મારી છે. શ્રીનગર પોલીસે લશ્કર-એ-તૈયબાના એક એવા આંતરરાજ્ય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જે ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું. આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ છે કે, જે આતંકીને પોલીસ છેલ્લા 16 વર્ષથી શોધી રહી હતી, તે અબદુલ્લા ઉર્ફે અબૂ હુરેરા સહિત 2 પાકિસ્તાની આતંકીઓ હવે જેલના સળિયા ગણી રહ્યા છે.

૬ વર્ષનો વનવાસ પૂરો, ખૂંખાર આતંકી અબૂ હુરેરા પકડાયો

શ્રીનગર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ એક સુનિયોજિત ઓપરેશન પાર પાડીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમર તોડી નાખી છે. આ કાર્યવાહીમાં કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ છે. 

પોલીસ માટે સૌથી મોટી જીત 'અબદુલ્લા ઉર્ફે અબૂ હુરેરા' ની ધરપકડ છે. આ એ જ ખૂંખાર આતંકી છે જે છેલ્લા 16 વર્ષથી ફરાર હતો અને જમ્મુ-કાશ્મીરની બહાર લશ્કરના ઠેકાણા બનાવવામાં સફળ રહ્યો હતો. અબૂ હુરેરાની સાથે અન્ય એક પાકિસ્તાની આતંકી ઉસ્માન ઉર્ફે ખુબૈબ પણ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ બંનેની હાજરી સાબિત કરે છે કે સરહદ પાર બેઠેલા આકાઓ ભારતમાં કોઈ મોટા આત્મઘાતી હુમલાની પિરાકમાં હતા.


અનેક રાજ્યોમાં ૧૯ સ્થળોએ દરોડા, સ્લીપર સેલનો સફાયો

આ ઓપરેશન માત્ર શ્રીનગર પૂરતું સીમિત નહોતું. પોલીસ અને તપાસ એજન્સીઓએ એકસાથે હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કુલ 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા અનેક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને મહત્વની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. 


તપાસમાં બહાર આવ્યું છે કે આ મોડ્યુલ લશ્કર માટે લોજિસ્ટિકલ સપોર્ટ, ફંડિંગ અને યુવાનોને આતંકવાદના રસ્તે વાળવાનું કામ કરતું હતું. સુરક્ષા એજન્સીઓ આ ઓપરેશનને લશ્કરના સ્લીપર સેલ નેટવર્ક માટે એક 'ડેથ વોરંટ' સમાન માની રહી છે. હાલમાં તમામ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી દેશના અન્ય રાજ્યોમાં છુપાયેલા ગદ્દારોના નામ બહાર આવી શકે.

 

સુરક્ષા એજન્સીઓની આ સતર્કતાએ દેશને એક મોટી આફતમાંથી બચાવી લીધો છે. 16 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અબૂ હુરેરાનું પકડાવું એ આતંકી સંગઠનો માટે સૌથી મોટો ફટકો છે. હવે જ્યારે આ આખું નેટવર્ક પોલીસના કબજામાં છે, ત્યારે અપેક્ષા રાખવામાં આવે છે કે આવનારા દિવસોમાં હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસા થશે.

Post a Comment

Previous Post Next Post