સુરેન્દ્રનગર રામજી મંદિર | ભગવાન શ્રી રામનો ભવ્ય મંદિર
સુરેન્દ્રનગર રામજી મંદિર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પાવન અને ભવ્ય સ્થાનક છે. શ્રી રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે અને ભક્તોનું કલ્યાણ કરે છે. ગુજરાતમાં અનેક રામ મંદિરો હોવા છતાં, આજે આપણે દર્શન કરીશું સુરેન્દ્રનગરના ભવ્ય રામજી મંદિર, જ્યાં રામ પરિવારનું વિશાળ મંદિર સ્થાનિકોના સહકારથી નિર્માણ પામ્યું છે.
surendranagar ramji mandir shri ram temple
રામજી મંદિર સુરેન્દ્રનગર: ભવ્યતા અને શણગાર
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલ સંઘવી પાર્કમાં ભવ્ય રામજી મંદિર છે. આશરે 1600 વારથી વધુ જગ્યામાં નિર્માણ પામ્યું છે શ્રી રામધામ. અહીં શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણની સુંદર અને અલૌકિક મૂર્તિઓ બિરાજિત છે. મૂર્તિઓ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારેલી છે. આ ધામમાં પ્રભુ શ્રી રામની સાથે રાધા–કૃષ્ણ અને વિશ્વેશ્વર મહાદેવના દર્શન પણ થાય છે, જે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે.
રામજી મંદિર સુરેન્દ્રનગર: સ્થાપના અને પાટોત્સવ
કહેવાય છે કે એક સારો વિચાર મનુષ્યને સફળતા આપે છે. તેવી જ રીતે સંઘવી પાર્કમાં વસવાટ કરતા સ્થાનિકોને ઘણા વર્ષો પૂર્વે વિચાર આવ્યો કે તેમના વિસ્તારમાં નાનું રામજી મંદિર બનાવવામાં આવે. બધાએ ફંડ ભેગુ કરવાનો પ્રારંભ કર્યો. સ્થાનિકોના સહકાર અને શ્રી રામના આશીર્વાદથી, રામજી મંદિર 1600 વારથી વધુ જગ્યામાં નિર્મિત થયું અને આજે આ મંદિર સુરેન્દ્રનગરનું સૌથી મોટું અને સુંદર રામ મંદિર બની ગયું છે.
મંદિરનું નિર્માણ વર્ષ 2007માં થયું હતું. ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્થાપના થતાં દર વર્ષે આ તિથિએ પાટોત્સવનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો માટે પ્રસાદ અને ભવ્ય ભજનો વ્યવસ્થિત હોય છે.
ભવ્ય મંદિરમાં અન્ય પૂજાઓ અને મૂર્તિઓ
આ ધામના પરિસરમાં હનુમાનજી, શીતળા માતા, ચરમળીયા દાદા અને બળીયાદેવની નાની પરંતુ ચમત્કારિક મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મંદિરની વિશેષતા એ છે કે દરેક જ્ઞાતિના લોકો અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
આ ધામમાં આરતી સમયે ભક્તિસભર વાતાવરણ સર્જાય છે. નિત્ય રામધૂન અને ભજનો દ્વારા શ્રી રામ ભક્તિ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામે રાવણના અધર્મથી સંસારની રક્ષા કરી, તે જ રીતે આ મંદિર ભક્તોની રક્ષા કરે છે.