મા અન્નપૂર્ણા વ્રતનું મહાત્મ્ય
મા અન્નપૂર્ણા એ અન્નની દેવી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે:
“અન્ન અસ્તિ તો જીવન અસ્તિ” અન્ન હોય તો જ જીવન છે.
ધન વિના જીવન ચાલે છે, પરંતુ ભોજન વિના જીવન શક્ય નથી. મા અન્નપૂર્ણાના આશીર્વાદથી ઘરમા ક્યારેય અન્ન, ધન અને સુખની કમી રહેતી નથી.

Maa Annapurna Vrat Vidhi Mahatva Gujarati
મા અન્નપૂર્ણા વ્રત ક્યારે કરવું?
-
વ્રતની શરૂઆત: માર્ગશીર્ષ સુદ અષ્ટમી
-
વ્રત પૂર્ણતા: માર્ગશીર્ષ વદ બારસ
-
કુલ 21 દિવસ સુધી આ વ્રત કરવામાં આવે છે
જે લોકો સંપૂર્ણ વ્રત ન કરી શકે, તેઓ માટે પણ ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે.
મા અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ
પૂજા તૈયારી
-
એક બાજઠ પર લાલ કપડું પાથરી મા અન્નપૂર્ણાની સ્થાપના કરો
-
માતાજીની સામે એક પાત્રમાં સાત પ્રકારના અન્ન મૂકો
-
પાણીનો ગ્લાસ, શાકભાજી અને ડ્રાયફ્રૂટ પણ અર્પણ કરો
દીવો પ્રજ્વલન
-
જમણી બાજુ ઘીનો દીવો
-
ડાબી બાજુ તેલનો દીવો
પૂજા ક્રમ
-
કંકુ, ચોખા અને પુષ્પથી માતાજીનું પૂજન
-
ફૂલોની માળા અર્પણ
-
મા અન્નપૂર્ણાને ખીરનો ભોગ ધરવો
-
અન્નપૂર્ણા વ્રત કથા પાઠ
મા અન્નપૂર્ણાના 11 નામ
1. ઓમ અન્નપૂર્ણેશ્વર્યૈ નમઃ2. ઓમ શારદાયૈ નમઃ
3. ઓમ દક્ષકન્યાયૈ નમઃ
4. ઓમ યોગમાયાયૈ નમઃ
5. ઓમ લલિતાયૈ નમઃ
6. ઓમ સર્વમંગલાયૈ નમઃ
7. ઓમ સુખપ્રદાયૈ નમઃ
8. ઓમ વૈષ્ણવ્યૈ નમઃ
9. ઓમ ભદ્રાયૈ નમઃ
10. ઓમ ત્રિલોકપૂજિતાયૈ નમઃ
11. ઓમ વરદાયૈ નમઃ
પુષ્પ અર્પણ કરીને આ નામોનો જાપ કરવો.
મા અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર
21 વખત જાપ કરો
ઓમ ભગવત્યૈ વિદ્યમહેશ્વર્યૈ ચ ધીમહિ તન્નો અન્નપૂર્ણા પ્રચોદયાત્ ॥
વ્રત પૂર્ણતા અને વિશેષ ઉપાય
-
અર્પણ કરેલું અન્ન પશુ-પક્ષીઓને ખવડાવવું
-
કલશ સ્થાપનામાં શ્રીફળ અર્પણ
-
કલશનું જળ ઘરમાં છાંટવું
-
પુષ્પને વહેતા પાણીમાં પધરાવવું
-
“ગચ્છ ગચ્છ” બોલીને ચોખા અર્પણ કરવું
મા અન્નપૂર્ણાના આશીર્વાદ
મા અન્નપૂર્ણાની કૃપાથી:
-
આરોગ્ય સદૈવ સારું રહે છે
-
ધન, ધાન્ય અને સુખની પ્રાપ્તિ થાય છે
-
અન્નની ક્યારેય અછત થતી નથી
-
ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે.