![]() |
| Image Source- Florida Highway Patrol |
અમેરિકાના ફ્લોરિડામાં રસ્તા પર ચાલતી કાર પર પ્લેન પડવાનો રુંવાડા ઉભા કરી દેતો અકસ્માત સર્જાયો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આકાશમાંથી અચાનક જ એક પ્લેન નીચે રસ્તા પર જઈ રહેલી કાર પર પડ્યું.અને પાછળ આવી રહેલી કારના ડેશકેમમાં આ ડરામણું દ્રશ્ય કેદ થઈ ગયું. રસ્તા પર ભારે ટ્રાફિક વચ્ચે પ્લેન ઈમરજન્સી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન સીધું જ કારની ઉપર જઈ પડ઼્યું.
આ કાર એક 57 વર્ષીય મહિલા ચલાવી રહ્યા હતા જે ઘાયલ થયા છે...દુર્ઘટના બાદ લોકોએ મહિલાને કારમાંથી બહાર કાઢ્યા...અને હોસ્પિટલ ખસેડ્યા..સદનસીબે મહિલાને કોઈ મોટી ઈજા ન પહોંચી.
રિપોર્ટ્સ અનુસાર આ પ્લેન ફિક્સ્ડ વિંગ મલ્ટી એન્જિન છે અને તે ઈમરજન્સી લેન્ડિંગ કરતા કેમરી કાર સાથે જોરદાર રીતે ટકરાયું. પ્લેન ઓરલેન્ડોનો એક પાયલટ ચલાવી રહ્યો હતો જેને આ દુર્ઘટનામાં ઘસરકો પણ નથી પડ્યો. દુર્ઘટના બાદ ઘટનાસ્થળથી સામે આવેલા દ્રશ્યોમાં અકસ્માત ગ્રસ્ત કાર અને તુટેલી હાલતમાં વિમાન જોવા મળ્યા.
વધુ વાંચો : મોદી-ટ્રંપ વચ્ચે ફોન પર ગરમજોશીભરી વાતચીત : વેપાર, ટેક્નોલોજી, સુરક્ષા અને વૈશ્વિક શાંતિ પર ચર્ચા
