હલ્દવાની નહેર અકસ્માત: 3 દિવસના બાળક અને પિતાનો મોત, માતાની સામે તૂટી પડ્યો આખો પરિવાર

Newsvishesh
0

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં થયેલી નહેર દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. એક માની સામે જ તેનો નવજાત બાળક અને પતિ જીવ ગુમાવે તેવું કંપાવી નાખતું દ્રશ્ય સામે આવ્યું છે. આ ઘટના હવે સોશ્યલ મીડિયામાં પણ ટ્રેન્ડ કરી રહી છે.


હલ્દવાની નહેર દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી:

બુધવારની સવારે લગભગ સાત વાગ્યે હલ્દવાનીની મંડી સમિતિના ગેટ નજીક આવેલી કેનાલ નહેરમાં એક કાર ખાબકી ગઈ. કારમાં એક પરિવાર સફર કરી રહ્યો હતો, જે હોસ્પિટલમાંથી ડિલિવરી બાદ કિચ્છા તરફ જઈ રહ્યો હતો.


એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત:

આ ભયાનક નહેર અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો છે. સાથે જ, બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત વખતે કારમાં હાજર મહિલાનું જીવતણ બચાવ થયું, પણ જે બાળકને તેણે માત્ર ત્રણ દિવસ પહેલાં જન્મ આપ્યો હતો, તે માતાની નજર સામે જ મૃત્યુ પામ્યું.

પતિનું પણ ઘટનાસ્થળે દુઃખદ અવસાન થયું. પરિવાર માટે ખુશીના પળો માત્ર ત્રણ જ દિવસમાં માતમમાં ફેરવાઈ ગયા.


ફાયર બ્રિગેડનો જબરદસ્ત બચાવ પ્રયાસ:

હલ્દવાની નહેર અકસ્માત પછી તરત જ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. રેસ્ક્યુ અભિયાન શરૂ કરવામાં આવ્યું. એક ફાયરમેન નહેરના પ્રચંડ વહેણમાં વહેવા લાગ્યા, છતાં તેમણે કારના ડ્રાઈવરને બચાવ્યો અને પોતાનો જીવ પણ રક્ષિત રાખ્યો.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top