FIFA World Cup 2026 Final Winner Team : રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેના રોમાંચક મુકાબલામાં સ્પેને એક્સટ્રા સમયમાં 1-0 થી ઐતિહાસિક જીત મેળવી પોતાનો બીજો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. પરંતુ આ જીતની સાથે ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી, લિયોનેલ મેસીનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.
મેદાન પર છલકાયું દર્દ : હાર બાદ મેદાન પર જ રડી પડ્યો મેસી
મેચના અંતરે સીટી વાગતા જ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસી ભાવાત્મક થઇ ગયો હતો અને મેદાન પર ઘૂંટણિયે પડી ગયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. સાથે સ્ટેડિયમમાં મેસીના નામના નારા ગુંજવા લાગ્યા હતા. આ ક્ષણ આર્જેન્ટિનાના સમર્થકો માટે પણ અત્યંત ભારે હતી. હજારો સમર્થકોએ ભીની આંખે પ્લેકાર્ડ્સ ફરકાવીને આ મહાન ખેલાડીને ભાવનાત્મક વિદાય આપી કે જે ફૂટબોલના ઇતિહાસના પાનાઓમાં હંમેશા માટે અંકિત થઈ જશે.Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm
— Messi Anıları (@messianilari) July 19, 2026
90 મિનિટ સુધી ગોલ માટે અસફળ રહી બંને ટીમ
મેચની 90 મિનિટ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી. અનેક વખત સ્પેને આર્જેન્ટિનાના ડિફેન્સ પર આક્રમણ કર્યું હતું પરંતુ ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે સતત શાનદાર બચાવ કરીને પોતાની ટીમને મેચમાં જાળવી રાખી હતી. આ તરફ આર્જેન્ટિનાએ નિર્ધારિત સમય દરમિયાન ગોલ તરફ એકપણ શોટ નોંધાવી શકી નહોતી.મેચનો ટર્નિંગ પોઈન્ટ બન્યો ફેરન ટોરેસનો ગોલ
મેચની 90 મિનિટ સુધી એકપણ ટીમ ગોલ નોંધાવી શકી નહોતી, જેથી મેચ એક્સટ્રા ટાઇમ સુધી પહોંચી હતી. આ એક્સટ્રા ટાઇમમાં સ્પેનના સબસ્ટિટ્યુટ ખેલાડી ફેરન ટોરેસે રિબાઉન્ડ બોલ પર અદ્ભુત ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. આ ગોલ મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો હતો અને સ્પેને બીજી વખત વર્લ્ડ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો.Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm
— Messi Anıları (@messianilari) July 19, 2026
