રાજસ્થાનના બાલોતરામાં સ્થિત મહત્વાકાંક્ષી પચપદરા રિફાઇનરી (Pachpadra Refinery)માં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે સવારે 11 વાગ્યે જે રિફાઇનરીનું લોકાર્પણ (Refinery Inauguration) કરવાના છે, તેના પ્રોસેસિંગ યુનિટમાં અચાનક આગ (Refinery Fire Incident) ફાટી નીકળી છે. આગની ઘટના બાદ આકાશમાં કાળા ધૂમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ઘટનાની વિગત અને તંત્રની દોડધામ
રિફાઇનરીના એક પ્રોસેસિંગ યુનિટમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીઓ અને સ્થાનિક સુરક્ષા સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. તરત જ ફાયર બ્રિગેડ (Fire Brigade Team)ની ટીમોને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
PM મોદીનો કાર્યક્રમ અને સુરક્ષા તપાસ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હોવાથી સમગ્ર વિસ્તારમાં પહેલેથી જ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત(High Security Alert)ગોઠવવામાં આવ્યો છે. આગની ઘટનાની જાણ થતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ટેકનિકલ ટીમો દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અને પરિસ્થિતિનું ગંભીર મૂલ્યાંકન કરવા તપાસ (Refinery Fire Investigation) હાથ ધરવામાં આવી છે. ઉદ્ઘાટન પૂર્વે જ સર્જાયેલી આ આગને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
Tags:
India
