Jag Vasant Kandla પર પહોંચ્યું: હોર્મુઝ તણાવ વચ્ચે ભારતને 42,000 MT LPGથી મોટી રાહત

Newsvishesh
0

Jag Vasant at Kandla : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG) લઈને આવ્યું ‘જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ જથ્થો દેશના ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


મિડ-સી ટ્રાન્સફર દ્વારા ગેસ ઉતારાશે

કંડલા પોર્ટ ઓથોરિટી અનુસાર, ગેસનો જથ્થો ઝડપથી અને અસરકારક રીતે ઉતારવા માટે ‘મિડ-સી ટ્રાન્સફર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમુદ્રમાં જ જહાજમાંથી ગેસને અન્ય વ્યવસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી સમયની બચત થાય છે અને સપ્લાય ચેઈન વધુ ઝડપી બને છે.


ભારતને મળી રહી છે વિશેષ છૂટછાટ

ઉલ્લેખનીય છે કે હોર્મુઝ માર્ગે હાલમાં અત્યંત મર્યાદિત દેશોને જ જહાજ લઈ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઈરાન સાથેના ભારતના સારા સંબંધોના કારણે અત્યાર સુધીમાં દેશના ચાર મહત્વના ઓઈલ અને ગેસ ટેન્કરો સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છે.


અત્યાર સુધી ભારત પહોંચેલા અન્ય ટેન્કરો

MT શિવાલિક (LPG): 16 માર્ચે મુંદ્રા પોર્ટ

MT નંદા દેવી (LPG): 17 માર્ચે કંડલા પોર્ટ

જગ લાડકી (ક્રૂડ ઓઈલ): 18 માર્ચે મુંદ્રા પોર્ટ

Shenlong (ક્રૂડ ઓઈલ): 11 માર્ચે મુંબઈ પોર્ટ

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top