અમદાવાદમાં સાયબર છેતરપિંડી: વોટ્સએપથી આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતાં એકાઉન્ટન્ટ સાથે 10.70 લાખની ઠગાઈ

Newsvishesh
0



વોટ્સએપ પર આવીRTO E Challan Apkફાઈલ

19 ફેબ્રુઆરીના રોજ વિપુલભાઈ જયારે ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને તેમના શેઠ જયંતિભાઈ પટેલના નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો
જેમ RTO E Challan Apk નામની ફાઈલ હતી. હવે શેઠના નંબર પરથી મેસેજ હોવાથી વિપુલભાઈને કોઈ શંકા ન કરતા RTO મેમોની વિગતો જોવા માટે તે APK ફાઈલ ડાઉનલોડ કરી.

અમદાવાદમાં સાયબર ક્રાઈમના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના વટવા વિસ્તારમાં GIDC માં એક કંપની માં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતા અને નિકોલ વિસ્તાર માં રહેતા અને 50 વર્ષીય વિપુલ પટેલ સાથે રૂપિયા 10.70 લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ઠગબાજોએ તેમના જ શેઠનો મોબાઈલ હેક કરીને તેમનાજ વોટ્સએપ મારફતે એક જોખમી APK ફાઈલ વિપુલ પટેલના whatapp પર મોકલી હતી. વિપુલ પટેલએ તેમના શેઠના વોટ્સએપ પરથી msg આવ્યો હોવાથી વિશ્વાસ મૂકી , આ ફાઈલ ડાઉનલોડ કરી દીધી અને ત્યાંથી આખી ઠગાઈનો રસ્તો ખુલ્યો.


વિપુલભાઈએ APK ફાઈલ ખોલતા જ તેમાં નામ અને માતાનું નામ જેવી બીજી ખાનગી માહિતી માંગવામાં આવતા તેમને શંકા ગઈ અને તરત ફાઈલ ડિલીટ કરી નાખી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ઠગબાજ હેકર્સે તેમના મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો અને એક્સેસની મદદથી વિપુલભાઈના ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા હતા.



લોન મંજૂર કરાવી લાખો રૂપિયા પડાવ્યા

આગલા દિવસે, એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિપુલભાઈ જ્યાર ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર બેન્કમાંથી પૈસા ડેબિટ થયા હોવાના મેસેજ આવવા લાગ્યા. તપાસ કરતાં ખબર પડી કે ઠગોએ તેમના ખાતા પર 5.31 લાખ રૂપિયાની Insta Jumbo Loan મેળવી લીધી હતી. સાથેજ ખાતામાં રહેલ બચત અને લોનની રકમ મળીને કુલ 10.70 લાખ રૂપિયા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

વિપુલભાઈ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સમજાતાં જ તેમને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી. હાલ પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કેસની તપાસ કરી રહી છે.



સાયબર
ઠગાઈથી બચવા શું ધ્યાન રાખવું?

આવા પ્રકારના કેસોમાં સૌથી મોટો ખતરો અજાણી APK ફાઈલોથી થાય છે. જો કોઈ પણ જાણીતી કે અજાણી વ્યક્તિના નંબર પરથી તમને APK ફાઈલ આવે, તો તેને ક્યારેય ડાઉનલોડ ન કરવી. આવી ફાઈલ તમારા મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી શકે છે. એક વાર એક્સેસ મળી જાય, તો તેઓ તમારા બેન્કિંગ ડેટા, OTP, મેસેજ, કોન્ટેક્ટ્સ અને અન્ય ખાનગી માહિતી ચોરી શકે છે.

આ પણ વાંચો : ₹20 ની લાંચના આરોપમાં 27 વર્ષનો સંઘર્ષ: નિર્દોષ જાહેર થયાના બીજા જ દિવસે પોલીસ કોન્સ્ટેબલનું મોત

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top