વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ પર મંડરાતા સંકટના વાદળો હવે કૂટનીતિ તરફ વળ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પહેલા મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ ICC (International Cricket Council)ની એક ગર્ભિત ચેતવણીએ પાકિસ્તાનને નમવા મજબૂર કર્યું છે.
ICCએ સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન વિશ્વકપ 2026 ક્રિકેટ મેચથી દૂર રહેશે, તો તેણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિબંધ (international cricket ban)નો સામનો પણ કરવો પડી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સરકાર અને PCB આ અસાધારણ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા શું રસ્તો કાઢે છે. PCBએ ICCને પત્ર લખીને ભારત સામે ન રમવાની ધમકી આપી હતી. જોકે, ICCએ પાકિસ્તાનને જ વળતો સવાલ પૂછ્યો છે કે, તમે કઈ 'અસાધારણ પરિસ્થિતિ'ની વાત કરો છો? ICCએ સાફ કહી દીધું છે કે માત્ર ટ્વિટના આધારે મેચ રદ કરી શકાતી નથી, તેના માટે સચોટ પુરાવા જોઈએ.
ICCએ નીતિ મુજબ PCBને ચેતવણી આપી છે કે ટુર્નામેન્ટની અખંડિતતા (tournament integrity) સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. જો પાકિસ્તાન પોતાની જીદ પર અડગ રહેશે, તો તેના પર કાયદાકીય પરિણામો (legal consequences) આવશે. આ ગંભીર પરિણામોને જોઈને હવે પાકિસ્તાની બોર્ડ નરમ પડ્યું છે.
