Sudan Drone Attack: RSFના હુમલામાં 24 નાગરિકોના મોત, 8 બાળકો અને 2 નવજાત શિશુઓ શિકાર | Sudan War News Gujarati

Newsvishesh
0

સુદાનમાં માનવતા મરી પરવારી છે. જીવ બચાવવા ભાગી રહેલા નિર્દોષ પરિવારો પર ડ્રોનથી હુમલો કરી RSF (Rapid Support Forces) એ 24 લોકોને મોતના ઘાટ ઉતારી દીધા છે. આ ઘટનાએ Sudan Civil War, Sudan Humanitarian Crisis અને Sudan Drone Attack Newsને ફરી એકવાર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધા છે.


સુદાનમાં માનવતા ફરી એકવાર લોહીલુહાણ થઈ છે. ઉત્તર કોર્ડોફાન (North Kordofan) ના રાહદ વિસ્તારમાં આકાશમાંથી વરસેલા મોતે હસતા-રમતા પરિવારોને પળવારમાં વિખેરી નાખ્યા. પેરા મિલિટરી ફોર્સ RSF દ્વારા કરવામાં આવેલા ઘાતકી ડ્રોન હુમલામાં 24 નિર્દોષ નાગરિકોના મોત થયા છે.


આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ એક હૃદયદ્રાવક સત્ય છે. મૃતકોમાં 8 માસૂમ બાળકો અને 2 નવજાત શિશુઓનો સમાવેશ થાય છે. આ એવા પરિવારો હતા જેઓ Sudan War Violence અને સતત બોમ્બાર્ડમેન્ટથી બચવા માટે પોતાનું ઘર, જમીન અને સંસાર છોડીને સલામત સ્થળે જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળે તેમને ઘેરી લીધા.


છેલ્લા ત્રણ વર્ષથી Sudan Army vs RSF Conflict ચાલી રહ્યો છે, જેમાં સામાન્ય નાગરિકો હવે સીધા નિશાન બની રહ્યા છે. માનવ અધિકાર સંગઠનો અનુસાર, RSF Human Rights Violations સતત વધી રહી છે અને નાગરિકો ‘Soft Target’ બની રહ્યા છે.

World Health Organization (WHO) અને સંયુક્ત રાષ્ટ્રના આંકડા ધ્રુજાવી દે તેવા છે. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોના મોત થયા છે, જેમાં સૈનિકો ઉપરાંત હજારો નિર્દોષ નાગરિકો સામેલ છે. 1.2 કરોડથી વધુ લોકો ઘરવિહોણા (Sudan Refugee Crisis) બનીને શરણાર્થી જીવન જીવી રહ્યા છે.

સુદાનમાં હાલ ભૂખમરો, બીમારી, દહેશત અને માનવાધિકાર સંકટનું સામ્રાજ્ય છે. આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ માત્ર એક સમાચાર નથી, પરંતુ માનવતાને બચાવવાની અંતિમ ચેતવણી છે.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top