Samsungને ટક્કર આપવા Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ, ₹4.49 લાખ સુધીની કિંમત



Apple ની વાર્ષિક ઈવેન્ટમાં iPhone 18 Pro સિરીઝ સાથે iPhone Fold Ultra ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો. Apple ના સૌ પહેલા બુક સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોનને iPhone Duo નામ આપવામાં આવ્યુ છે. નાઈટ સ્કાય(Night Sky) અને સ્ટાર વ્હાઈટ(Star White) રંગમાં લૉન્ચ iPhone Duo ની શરૂઆતી કિંમત 2.99 લાખ રૂપિયા છે.

iPhone Duoમાં શું છે ખાસ?

iPhone Duo પાસપોર્ટ બુકની સાઈઝમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમા 5.4 ઇંચની કવર ડિસ્પ્લે અને અંદર 7.6 ઇંચની મેઇન સ્ક્રીન આવે છે. તે એપલ iPhoneની સૌથી મોટી ડિસ્પ્લે છે. ફોલ્ડેબલ ફોન સાથે એપલે iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ કર્યા છે.

₹4.49 લાખ સુધી પહોંચે છે કિંમત

સૌ પ્રથમ તો 2.99 લાખ સુધીની કિંમતના કારણે iPhone DUO સૌથી વધારે ચર્ચામાં છે. 3 લાખથી શરૂ થતા ફોનની કિંમત સ્ટોરેજના હિસાબથી વધે છે. 2 TB સ્ટોરેજ ધરાવતો iPhone DUOની કિંમત 4.49 લાખ રૂપિયાની છે. જે અત્યાર સુધીનો મોંઘામાં મોંઘો ફોન માનવામાં આવે છે.

Apple A20 Pro ચિપસેટ

iPhone Duoમાં સૌથી પાવરફુલ મોબાઇલ ચિપસેટ Apple A20 Pro Chipset આપી છે, તે 2 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું હેક્સા કોર પ્રોસેસર(Hexa Core Processor) છે, જેમા 2.6 ગીગાહર્ટ્ઝ ક્વાડ કોર અને 4.9 ગીગાહર્ટ્ઝની ટોપ ક્લોક સ્પીડ વાળો ડ્યુઅલ કોર સામેલ છે. આ એપલ પ્રોસેસરમાં 1.6 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ વાળું 7 કોર GPU અને 32-core ANU એટલે એપલ ન્યૂરલ એન્જિન પણ સામેલ છે.

કેમેરામાં પણ મોટો અપગ્રેડ

iPhone Duoમાં ચાર સેન્સર છે. ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ કરે છે, જેમા LED ફ્લેશ સાથે F/1.6 અપર્ચર વાળો 48 મેગાપિક્સલનો મેઇન કેમેરા મળે છે, જે F/2.2 અપર્ચર વાળો 48 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. તેનાથી 2x ફોટો લઈ શકાય છે. 10x Digital Zoom સપોર્ટ કરે છે. મેઈન ડિસ્પ્લે પર જ ફેસટાઈમ કેમેરા ફિટ કરવામાં આવ્યો છે.

માત્ર 5.2mm પાતળો ફોલ્ડેબલ ફોન

આ ફોલ્ડેબલ ફોનની ફ્રેમ એલ્યુમિનિયમની છે, જેનાથી તે મજબૂત રહે છે. ફોનની થિકનેસ માત્ર 5.2mm છે, જે તેને દુનિયાના સૌથી પાતળા ફોલ્ડેબલ ફોનની યાદીમાં સ્થાન અપાવે છે. ફોનને ફોલ્ડ કરવાથી તેની જાડાઇ 11.3mm થઇ જાય છે. ફોનનું વજન 254 ગ્રામ છે. એપલ કંપનીએ આ ફોનમાં Titanium Hinge નો ઉપયોગ કર્યો છે.

7.6 ઇંચની OLED મેઇન સ્ક્રીન

1878 x 2670 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટેડ 7.6 ઇંચની મેન સ્ક્રીન છે. ફોનમાં 5.4 ઇંચની કવર ડિસ્પ્લે છે, જે 1398 x 2034 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. એપલ ફોલ્ડેબલ ફોનમાં બંને ડિસ્પ્લે પર કંપનીએ OLED પેનલનો ઉપયોગ કર્યો છે. તે ProMotion સ્ક્રીન પર 1Hz થી લઇ 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે અને 3000nits બ્રાઇટનેસ આપે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કંપનીએ તેના Ceramic Shieldનો ઉપયોગ કર્યો છે. આ બંને જ Super Retina XDR ડિસ્પ્લે છે.

આખરે કેમ ચર્ચામાં છે iPhone Duo?

₹2.99 લાખની શરૂઆતની કિંમત, 2TB સુધીનું સ્ટોરેજ, 7.6 ઇંચની મોટી OLED ડિસ્પ્લે, A20 Pro ચિપસેટ અને માત્ર 5.2mmની જાડાઈ, આ તમામ ફીચર્સને કારણે Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo ટેક જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Post a Comment

Previous Post Next Post