10,000 Steps Daily : વરસાદમાં ઘરમાં રહીને પણ પૂરો કરો 10 હજાર સ્ટેપ્સનો ટાર્ગેટ

10,000 Steps Daily : લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હવે પાછો શરૂ થઈ ગયો છે. તો વરસાદ પડે એટલે જળભરાવ અને ગંદકી તથા લપસણા રોડના કારણે બહાર ચાલવા જવાનું શક્ય ન બની શકે તો ડોન્ટ વરી, ઘરમાં જ 10 હજાર સ્ટેપ્સ ચાલીને કરો ટાર્ગેટ પૂર્ણ. સ્વસ્થ રહેવા અને બિમારીઓને દૂર રાખવા માટે દરરોજ 10 થી 12 હજાર સ્ટેપ્સ ચાલવા જોઈએ. 10 હજાર સ્ટેપ્સ એક મોટિવેશનલ ટાર્ગેટ છે, તે ફરજિયાત નથી. જો કે તેના કોઈ વૈજ્ઞાનિક પૂરાવા તો નથી જ, પરંતુ સંશોધનો દ્વારા પુરવાર કરવામાં આવ્યુ છે. 10 હજાર સ્ટેપ્સને આરોગ્ય માટેનું ગોલ્ડન સ્ટાન્ડર્ડ માનવામાં આવૈ છે.

10000-steps-daily-health-benefits-home-walking-tips | AI Image


વોકિંગને સ્વસ્થ આદત બનાવવી જોઈએ

ફિટનેસ પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને વજન ઘટાડવાની નવી નવી રીત સોશિયલ મીડિયા પર આવતી જ રહે છે. અવનવા અને જાત-ભાતના નુસ્ખા કરતાં ઘણાં ફિટનેસ પ્રેમી લોકો સ્ટેપ્સ ચાલવાનો ટાર્ગેટ રાખતા હોય છે. જો 10 હજાર પગલાં નિયમિતપણે ચાલવામાં આવે તો તેને સ્વસ્થ આદતો સાથે પણ જોડવામાં આવે છે. ચાલવાની ગતિ પણ એટલી જ મહત્વની છે જેટલી સ્ટેપ્સની સંખ્યા. દરરોજ ચાલવાથી ઘણી બધી બિમારીઓ આપણાથી દૂર રહે છે. સ્થૂળતા, હ્રદય રોગ, બીપી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગનું જોખમ ઘટી શકે છે. પુખ્તવયના મહિલા અને પુરુષે 10-12 હજાર પગલાં રોજ ચાલવા જોઈએ.

આ લક્ષ્ય 1960ના જાપાનીઝ પેડોમીટર "મનપો-કેઈ" (અર્થ: 10,000 સ્ટેપ્સ મીટર)માંથી આવ્યું હતું. તેના કોઈ વૈજ્ઞાનિક પૂરાવા તો નથી, પરંતુ નંબર્સના કારણે પ્રખ્યાત થયુ હતુ.

તમારા રોજના 10 હજાર સ્ટેપ્સ અને બિમારીઓ તમારાથી દૂર

વોક અથવા રનિંગ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તેના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. અને સૌથી પહેલો તો વજન નિયંત્રણમાં રહે છે, તે છે.

  • બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
  • હાડકાં અને મસલ્સ મજબૂત થાય છે.
  • મેટાબોલિઝમ બુસ્ટ થશે.
  • ઉંઘ સારી આવી છે.
  • સ્ટ્રેસ ઓછો થાય છે.
  • ચાલવાની સાથે મનપસંદ પોડકાસ્ટ કે ગીત સાંભળીને મૂડ પણ હળવો રાખી શકાય
  • લાંબા ગાળે હ્રદયરોગના હુમલાનું જોખમ ઓછું રહે છે.

જમ્યા પછી પણ થોડા સ્ટેપ્સ અથવા અડધા કલાકના સમય સુધી ચાલી શકાય છે, જેનાથી ખોરાક ઝડપી પચે છે. ઝડપથી ચાલવા કરતા સામાન્ય ઝડપ રાખી ચાલવુ હિતાવહ છે.

જો રોજના 10 હજાર સ્ટેપ્સ ચાલવાનો ટાર્ગેટ પૂરો નથી થતો તો ફિકર નોટ, ઘરનું કામ કરતાં કરતાં પણ તમે ટાર્ગેટ પૂરો કરી શકો છો.

  • ઘરમાં સતત ચાલતા, હરતા-ફરતા રહો.
  • 10-15 મિનિટના વોકિંગ સેશન્સ પણ કરી શકો છો.
  • પગથિયા ચઢ-ઉતર કરી શકો છો.
  • ફોન પર વાત કરતા સમયે પણ ચાલી શકો છો.
  • ટાઈમર લગાવી ખુદને પડકાર આપો. આ ટાર્ગેટ પૂર્ણ કરવાનો સરળ રસ્તો છે.
  • મ્યુઝિક સાથે ઝુમ્બા પણ કરી શકો છો.
  • એક જ જગ્યાએ માર્ચિંગ પણ કરી શકો છો.

જો આપની એવી માન્યતા છે કે 10 હજાર કે 12 હજાર સ્ટેપ્સ એક જ વખતમાં પૂરા કરવાના છે તો તેમાંથી બહાર નીકળી જવુ જોઈએ. આખા દિવસ દરમિયાન સેશન્સની મદદથી પણ પૂરા કરી શકાય છે. એક સમયે 10 મિનિટ અથવા 20 મિનિટનો સમય ફાળવી વોક કરી શકો છો, જેથી 1000 થી 2 હજાર સ્ટેપ્સ પૂરા થઈ શકે. અને આ જ એક્ટિવિટી ફરીથી દિવસ દરમિયાન અનૂકુળતાએ પુનરાવર્તન કરી શકાય. આ પ્રકારની કસરતની આદતથી દિવસ દરમિયાન એક્ટિવ રહી શકાય. જો આપને એક વખત 10 હજાર સ્ટેપ્સ પૂર્ણ કરવાની આદત થઈ ગઈ, તો સમજો એ તમારી રોજિંદી ક્રિયા થઈ ગઈ છે. સ્માર્ટ વોચ કે ફોનમાં પણ હવે તો સ્ટેપ્સ કાઉન્ટ કરવાનું ફિચર હોય છે. તેનો ઉપયોગ કરીને પણ સ્ટેપ્સનો ટાર્ગેટ પૂરો કરી શકો છો.

વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર સ્ટેપ્સ ચાલવા જોઈએ.

  • જેમને ગંભીર બિમારી હોય અથવા વૃદ્ધોએ 10 હજાર સ્ટેપ્સનો ટાર્ગેટ ન રાખવો જોઈએ.
  • ઘૂંટણ કે સાંધામાં દુખાવો થતો હોય તે લોકો પણ વોક કરવાથી દૂર રહેવુ
  • હાર્ટની બિમારી હોય તેવા વ્યક્તિએ પણ વધુ ચાલવાનો આગ્રહ ન રાખવો
  • જો આપ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો લિફ્ટની જગ્યાએ સીડી લો, બ્રેક સમયે ચાલી શકો છો. અપડાઉન દરમિયાન થોડુ ચાલી શકાય. ઘરની સાફ-સફાઈ જાતે કરવી તે પણ એક પ્રકારની કસરત જ તો છે.
  • જો આપ વજન ઘટાડવાના હેતુથી સ્ટેપ્સનો ટાર્ગેટ રાખો છો તો માત્ર વોક નહિ પરંતુ કેલરી, પૂરતી ઉંઘ, ડાયેટ અને સપ્તાહમાં અમુક દિવસોએ કેટલીક કસરતોની પણ આવશ્યકતા છે. તે માટે નિષ્ણાંતની પણ ખાસ સલાહ લેવી જોઈએ.

ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે લોકો નાની ઉંમરથી જ ગંભીર બિમારીઓનો ભોગ બની જાય છે. સતત કામ અને વ્યસ્ત જીવન વચ્ચે લોકોએ સ્વાસ્થ્ય માટે સમય કાઢવો જરૂરી થઈ ગયુ છે.

Post a Comment

Previous Post Next Post