Gujarat Local Body Elections 2026ને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ હવે પૂરજોશમાં ગરમાઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી થઈ ચુકી છે અને અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારો પણ પસંદ થઈ ગયા છે. ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ગયો છે. પરંતુ શહેરોની મૂળભૂત સમસ્યાઓ, લોકોના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓને બાજુએ મૂકીને નેતાઓ અને ઉમેદવારો હવે વાણીવિલાસ અને ઉશ્કેરણીજનક નિવેદનો તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકોની સમસ્યાઓ અને ચૂંટણીના અસલી મુદ્દાને સાઈડમાં મૂકીને Gujarat Political News 2026માં ઉમેદવારો માત્ર નિવેદનબાજી કરીને ચૂંટણી જીતવાની દોડમાં લાગ્યા છે.
Gujarat Local Body Elections 2026
ભાજપના ધારાસભ્યો ભાન ભૂલ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો વિવાદાસ્પદ નિવેદનોના સહારે લાઈમલાઇટમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ હજુ ભૂગર્ભમાંથી બહાર આવ્યાં નથી. બીજી તરફ, આપના નેતાઓ પણ સુરત સહિત અમુક મતવિસ્તારો સુધી જ સીમિત દેખાઈ રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ધારાસભ્યોને જ ચૂંટણીનું કામ સોંપ્યું છે. તેના ભાગરૂપે પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પ્રચારમાં સક્રિય થયા છે. એ જ ક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી સુરતમાં ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર વિકાસના કામોને લગતી પોસ્ટ મૂકી હતી. તેના જવાબમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકરે લખ્યું કે, “પ્રજાના ટેક્સના પૈસે કામ કરો એમાં શું નવાઈ?”
આ કોમેન્ટ વાંચીને કુમાર કાનાણી ઉશ્કેરાઈ ગયા હતા અને વળતો જવાબ આપતા લખ્યું કે, “અમે પ્રજાના પૈસે જ કામ કરીએ છીએ. યોગ્ય જગ્યાએ કામ કરીએ છીએ. પૈસા ખવાતા નથી. પૈસાનો હિસાબ પણ આપીએ છીએ. પણ તું સત્તા પર આવીશ તો તારા બાપાના પૈસે વિકાસના કામો કરીશ.”
ભાજપના શાસકોની ફરી ઉશ્કેરણીજનક નિવેદનબાજી
બીજી તરફ, આવું જ ઉશ્કેરણીજનક નિવેદન કરીને ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયા પણ ચર્ચાનો વિષય બન્યા છે. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કોકિલાબેન ભાજપના સમર્થકો સાથે હાજર હતાં. એ સમયે તેમણે સરકારની કામગીરીના વખાણ કર્યા, સાથે સાથે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે, “ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે.” આ ઉશ્કેરણીજનક નિવેદન બાદ સ્થાનિકોમાં પ્રશ્નો ઊભા થયા છે. ટૂંકમાં, મૂળ મુદ્દાઓ ભૂલીને Gujarat Election Newsમાં ભાજપના નેતાઓ ફરી વાણીવિલાસનો સહારો લેતા નજરે પડી રહ્યા છે.

Gujarat Local Body Elections 2026 | Gemini AI image
કોંગ્રેસને ભાજપે જ ઉમેદવારો આપ્યાં છે
રાજકોટમાં એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એવો ચોંકાવનારું નિવેદન કર્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને તો ઉમેદવારો જ મળતાં નહોતા. આ કારણોસર ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા હતાં.
આ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપના ધારાસભ્યનું આ નિવેદન માનસિક અસ્થિરતાનું પ્રતિબિંબ છે. આ પ્રકારની નિવેદનબાજીથી Bjp Congress Aap Gujarat Election વધુ ચર્ચામાં આવી છે અને ચૂંટણીનો માહોલ મુદ્દાઓ કરતાં વિવાદો તરફ વળી રહ્યો છે.
ચૂંટણીના મૂળ મુદ્દા ક્યાં ગયા?
Local Body Election Gujarat Issuesમાં પાણી, રસ્તા, ગટર, સફાઈ, ટ્રાફિક, શહેરી વિકાસ અને રોજિંદી સુવિધાઓ મુખ્ય મુદ્દા હોવા જોઈએ. પરંતુ હાલની પરિસ્થિતિમાં નેતાઓ વચ્ચેનો શબ્દયુદ્ધ વધુ હાવી થઈ રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે Gujarat Local Body Elections 2026માં જો વિકાસ અને જનસેવાના મુદ્દાઓને જગ્યા નહીં મળે, તો મતદારોમાં પણ નિરાશા વધશે.
Read More : સંગીતની 'આશા' અનંતમાં વિલીન... રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય, શિવાજી પાર્ક બન્યું સાક્ષી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા હવે માત્ર ભાષણ નહીં, પણ કામ જોયે છે. Gujarat Local Body Election Newsમાં સતત આવતાં આવા વિવાદાસ્પદ નિવેદનો રાજકારણને ગરમ તો કરી રહ્યા છે, પરંતુ મૂળ પ્રશ્નોનો ઉકેલ લાવતા નથી. હવે જોવાનું એ છે કે મતદારો વાણીવિલાસને પસંદ કરે છે કે વિકાસના મુદ્દાઓને.