"હું અહીં કપડાં ઉતારવા નથી આવી..." ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રાઇબર્સની અશ્લીલ માંગ પર કેમ લાલચોળ થઈ આ તમિલ અભિનેત્રી?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તમિલ અભિનેત્રી અભિરામી વેંકટાચલમ (Abhirami Venkatachalam) ખૂબ જ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ કોઈ ફિલ્મ નથી, પરંતુ તેનો કડક અંદાજ અને તેના સબસ્ક્રાઇબર્સને આપેલો જડબાતોડ જવાબ છે.ચાલો જાણીએ આ આખો મામલો શું છે.

Abhirami Venkatachalam Instagram Controversy
Abhirami Venkatachalam Instagram Controversy | Image Credit source: Instagram


શું છે આખી ઘટના?

મામલો કંઈક એવો છે કે અભિરામીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે સબસ્ક્રિપ્શન મોડલ (Instagram Subscription) શરૂ કર્યું હતું. આ સુવિધા હેઠળ ફેન્સ દર મહિને અંદાજે 399 રૂપિયા ચૂકવીને અભિનેત્રીનો ખાસ કન્ટેન્ટ જોઈ શકે છે. જોકે, આ સબસ્ક્રિપ્શન શરૂ કર્યા બાદ કેટલાક લોકોએ તેની પાસે અશ્લીલ અને વાંધાજનક તસવીરોની માંગણી કરી હતી.તેઓએ અભિનેત્રી પાસે નગ્ન ફોટા કે અશ્લીલ કન્ટેન્ટની માંગણી કરી, જેનાથી અભિરામી ભારે રોષે ભરાઈ હતી.

અભિરામીનો જડબાતોડ જવાબ

લોકોની આવી હરકતો જોઈને અભિરામીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતા કહ્યું કે:

"હું અહીં નિર્વસ્ત્ર થવા માટે નથી આવી. મેં આ પેજ મારા ક્રિએટિવ અને આર્ટિસ્ટિક ફોટોગ્રાફ્સ શેર કરવા માટે બનાવ્યું છે. જો કોઈ એવી અપેક્ષા રાખતું હોય કે પૈસા આપીને સબસ્ક્રિપ્શન લીધું એટલે હું કપડાં ઉતારીને ઊભી રહીશ, તો તેઓ અત્યારે જ મને અનસબસ્ક્રાઇબ કરી શકે છે."

તેણે વધુમાં ઉમેર્યું કે આ કોઈ પોર્ન સાઈટ નથી અને તે શું પોસ્ટ કરશે તે કોઈએ તેને કહેવાની જરૂર નથી. તેના આ સાફ અને નીડર વલણને કારણે લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.

કોણ છે અભિરામી વેંકટાચલમ?

જણાવી દઈએ કે 35 વર્ષની અભિરામી વેંકટાચલમ અભિરામી વેંકટાચલમ(Abhirami Venkatachalam) તમિલ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે વર્ષ 2017માં 'મિસ તમિલનાડુ'નો ખિતાબ જીત્યો હતો અને વિજય દેવરકોંડાની ફિલ્મ 'નોટા' (2018) થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તે 'નેરકોંડા પારવાઈ', 'રોકેટ્રી' જેવી ફિલ્મો અને 'બિગ બોસ તમિલ'માં પણ જોવા મળી છે. તેના આ સાફ અને નીડર વલણને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની હિંમતના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કલાકારની ગરિમા જાળવવી એ દરેક ફેન્સની જવાબદારી છે.

અભિરામીના આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝની પ્રાઈવસી અને લોકોની માનસિકતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. તમને શું લાગે છે, શું અભિરામીનો આ નિર્ણય યોગ્ય હતો?

Post a Comment

Previous Post Next Post