દક્ષિણ અમેરિકાના દેશ **બ્રાઝિલ (Brazil Accident News)**માંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. **ઉત્તર-પૂર્વ બ્રાઝિલના અલાગોઆસ રાજ્ય (Alagoas Brazil Bus Accident)**ના ગ્રામીણ વિસ્તારમાં યાત્રાળુઓ ભરેલી બસ દુર્ઘટના (Brazil Bus Accident) બની હતી. આશરે 60 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી જતાં 15 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ તમામ શ્રદ્ધાળુઓ ‘અવર લેડી ઓફ કેન્ડેલારિયા’ ધાર્મિક ઉત્સવ (Our Lady of Candelaria Festival Brazil) માં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. અહેવાલ મુજબ, એક તીવ્ર વળાંક (Sharp Turn Road Accident) પર ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ અચાનક પલટી મારી ગઈ હતી.
આ ભીષણ બસ અકસ્માત (Fatal Bus Crash Brazil) એટલો ગંભીર હતો કે કેટલાક મુસાફરો બસની બહાર ફેંકાઈ ગયા હતા, જ્યારે અન્ય લોકો બસ નીચે દબાઈ ગયા હતા. આ બ્રાઝિલ માર્ગ અકસ્માત (Brazil Road Accident)માં બાળકો અને મહિલાઓ સહિત કુલ 15 લોકો મોતને ભેટ્યા હોવાનું સ્થાનિક પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ સેવા અને ફાયર બ્રિગેડ (Emergency Rescue Operation Brazil) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી બસને સીધી કરી રેસ્ક્યૂ ઓપરેશન (Bus Accident Rescue) હાથ ધરવામાં આવ્યું હતું.
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું (Critical Condition Injured) જણાવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨ ફેબ્રુઆરીએ ઉજવાતો પવિત્ર ખ્રિસ્તી તહેવાર ‘અવર લેડી ઓફ કેન્ડેલારિયા’ (Christian Festival Brazil) પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ કાળમુખી બસ દુર્ઘટનાએ (Tragic Bus Accident News) અનેક પરિવારોને શોકમાં ડૂબાડી દીધા છે.