
Rapido 10 Lakh Penalty | AI Image
Rapido 10 Lakh Penalty : ભારતમાં CCPA એ 2023–24 માં “Dark Patterns Guidelines” બહાર પાડ્યા છે, જેમાં આવા manipulative UI practices પર action લેવાય છે. Rapido પરનો દંડ એ જ framework હેઠળ આવ્યો છે. ભારતમાં “Dark Patterns Guidelines, 2023” હેઠળ હવે કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ, ઈ-કોમર્સ સાઇટ અથવા એપ્લિકેશન વપરાશકર્તાને ભ્રમિત કરવા માટે UI/UX ડિઝાઇનનો ઉપયોગ કરી શકશે નહીં. Rapido પર લાગેલો દંડ એ જ નિયમો હેઠળ આવ્યો છે. આ કાર્યવાહી ride-hailing અને bike-taxi પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી sector-wide તપાસનો ભાગ છે. ઓથોરિટીએ દેશભરના કેબ અને બાઇક-ટેક્સી સેક્ટરની તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે રેપિડો એપ રાઇડ બુકિંગ સમયે ખોટી રીતો અપનાવી રહી હતી.
Rapido પર 10 લાખનો દંડ – કારણ શું?
Rapidoએ પોતાના પ્લેટફોર્મ પર એવા જાહેરાતો અને મેસેજ બતાવ્યા કે “Higher the price, higher the chance of getting a ride.” યૂઝર્સને booking confirm થયા પછી પણ વધુ ભાડું ચૂકવવા prompts મળતા હતા – “Captains aren’t accepting at ₹60. Try adding +10, +20, +30.” Confirm Shaming: યૂઝર્સને એવું લાગતું કે ride મેળવવા માટે વધુ પૈસા ચૂકવવા ફરજિયાત છે. Interface Interference: Rapidoના “Set your price” sliderમાં રંગો દ્વારા યૂઝર્સને psychologically higher fare તરફ દબાણ કરાયું.
CCPA એ શું કાર્યવાહી કરી ?
Penalty: ₹10 લાખનો દંડ Rapidoની પેરન્ટ કંપની Roppen Transportation Services Pvt. Ltd. પર. Dark Patterns Prevention & Regulation Guidelines, 2023 હેઠળ કાર્યવાહી કરવામાં આવી. Uber, Ola, Rapido અને Namma Yatri પર પણ તપાસ ચાલુ કરવામાં આવી. 34-page ના orderમાં Rapidoની unfair contract terms અને manipulative practicesનો ઉલ્લેખ.
Rapido એ શું દલીલ કરી પોતાના બચાવમાં ?
Rapido એ જવાબ આપ્યો છે કે app પર ટિપ આપવી સંપૂર્ણપણે ગ્રાહકની મરજી પર આધારિત છે. ગ્રાહક વધારાના પૈસા આપે કે ન આપે, એપનું મેચિંગ અલ્ગોરિધમ એક સમાન કામ કરે છે. એપના આ મેસેજ બિલકુલ એવા જ છે જેમ સામાન્ય જીવનમાં સવારી અને ડ્રાઇવર વચ્ચે ભાવતાલ થાય છે.
CCPAએ Rapido ની સફાઈને શા માટે નકારી કાઢી?
CCPAએ Rapido ની તમામ દલીલોને નકારી કાઢી. ઓથોરિટીએ કહ્યું કે એપના મેસેજ અને ડિઝાઇનનો સમય ખોટો છે. આ ગ્રાહક પર ત્યારે દબાણ બનાવે છે જ્યારે તે વાહન મેળવવા માટે એપ પર નિર્ભર હોય છે. આ ઉપરાંત, કંપની એ સાબિત કરી શકી નથી કે વધુ પૈસા આપવાથી ખરેખર રાઇડ મળવાની શક્યતા વધે છે. તેથી, આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો અને ભ્રામક હોવાનું જણાયું.
ગ્રાહકો પર અસર
યૂઝર્સને actual fare quote થયા પછી પણ વધુ ચૂકવવા દબાણ કરાતુ હતુ. ride-hailing apps પર વિશ્વાસ ઘટે છે. સામાન્ય મુસાફરોને અનાવશ્યક ખર્ચ વેઠવાનો વારો આવે છે. voluntary tipને compulsory paymentમાં ફેરવવાનો પ્રયાસ કાયદેસર રીતે ખોટો છે.
Dark Patterns શુ અને કેવા પ્રકારની હોય છે ?
“Are you sure you don’t want this amazing deal?” - વપરાશકર્તાને guilt feel કરાવવું. Free trial પૂરી થયા પછી auto-paid subscription ચાલુ રાખવી, કેન્સલ કરવું મુશ્કેલ બનાવવું. Shopping cart માં extra product silently ઉમેરવું.Sign-up સરળ, પરંતુ unsubscribe કરવું ખૂબ જ મુશ્કેલ.